Divya Bhaskar

Home » Dharm Darshan » Sanskar Sanskriti » know dronacharya death story in mahabharat and mysterious story of yudhishthira charieot

શ્રીકૃષ્ણએ પાંડવોને જીતાડવા માટે લીધો હતો કૂટનીતિનો સહારો પરંતુ યુધિષ્ઠિરનો 3 આંગળી અધ્ધર ચાલતો રથ આવી ગયો હતો ધરતી પર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 05:42 PM

મહાભારતઃ યુધિષ્ઠિરની એક વિશિષ્ટ સિદ્ધિના ભોગે દ્રોણાચાર્યને યુદ્ધ કરતા રોકી દીધેલા અને થયું હતું મૃત્યુ

  • know dronacharya death story in mahabharat and mysterious story of yudhishthira charieot

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહાભારતમાં યુધિષ્ઠિર ધર્મરાજાનો અવતાર માનવામાં આવે છે, તેઓ ક્યારેય પણ જૂઠું બોલતા ન હતા. તેઓ આખી જિંદગીમાં ક્યારેય જૂઠું બોલ્યા ન હતા, પરંતુ એકવાર શ્રીકૃષ્ણના કહેવાથી તેમને જૂઠું બોલવામાં સાથ આપ્યો હતો. આ કામને લીધે તેમની હંમેશાં સત્ય બોલવાની સિદ્ધિ સમાપ્ત થઈ ગઈ હતી. આ જૂઠને લીધે પાંડવોએ કૌરવો પર જીત મેળવી હતી. જાણો યુધિષ્ઠિર ક્યારે અને શા માટે જૂઠું બોલ્યા હતા...

    મહાભારત યુદ્ધનો છે પ્રસંગ-


    > મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભીષ્મ તીરોની પથારી પર સૂઈ ચૂક્યા હતા. કૌરવ સેનાની આગેવાની ગુરુ દ્રોણાચાર્યના હાથમાં હતી. દ્રોણાચાર્ય લગાતાર નવી-નવી યુદ્ધ રચનાઓથી પાંડવોને સેનાનો નાશ કરી રહ્યા હતા.

    > તેના લીધે પાંડવોની સેનામાં ખળભળાટ મચી ગયો હતો. શ્રીકૃષ્ણએ કહ્યું કે કોઈપણ રીતે દ્રોણાચાર્યને રોકવા પડશે, નહીં તો પાંડવ સેના સમાપ્ત થઈ જશે અને કૌરવોની જીત થઈ શકે છે. દ્રોણાચાર્યના શસ્ત્ર રોકવા મુશ્કેલ હતા, એટલા માટે શ્રીકૃષ્ણએ કૂટનીતિનો સહારો લીધો.

    આ હતી શ્રીકૃષ્ણની યોજના-

    > કૌરવસેનામાં એક હાથીનું નામ અશ્વત્થામા હતું, શ્રીકૃષ્ણએ ભીમને કહ્યું કે તેને મારી નાખ. ભીમે એમ જ કર્યું અને બુમ પાડી કે મેં અશ્વત્થામાને મારી નાખ્યો. દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું અને તેની પ્રત્યે તેમનો ખૂબ જ વધુ મોહ(લગાવ) હતો.

    > ગુરુ દ્રોણાચાર્યએ સાંભળ્યું કે ભીમે અશ્વત્થામાને મારી નાખ્યો છે તો તેની પુષ્ટિ કરવા માટે તેઓ યુધિષ્ઠિરની પાસે ગયા. યુધિષ્ઠિરને પૂછ્યું કે શું સાચે જ અશ્વત્થામા માર્યો ગયો છે ?

    > યુધિષ્ઠિરે કહ્યું કે હાં અશ્વત્થામા માર્યો ગયો છે. આ દરમિયાન શ્રીકૃષ્ણએ વિજયી શંખ વગાડી દીધો. યુધિષ્ઠિરે એ પણ કહ્યું હતું કે હાથી કે મનુષ્ય, તે હજી ખબર નથી.

    > દ્રોણાચાર્ય શંખના અવાજ વચ્ચે પૂરી વાત સાંભળી શક્યા ન હતા અને તેમને માની લીધું કે તેમનો પુત્ર અશ્વત્થામા માર્યો ગયો છે. ત્યારબાદ તેઓ પુત્રશોકમાં ધ્યાનમાં બેસી ગયો અને આ દરમિયાન ધૃષ્ઠધુમે તેમનું માથું કાપી નાખેલું.

    > આ પ્રકારે દ્રોણાચાર્યનો અંત થઈ ગયો હતો. ત્યાર પછી પાંડવોના જીતવાની શક્યતાઓ ઘણી વધી ગઈ હતી.

    યુધિષ્ઠિરનો રથ જમીનથી ત્રણ આંગળી ઉપર ચાલતો હતો-

    > યુધિષ્ઠિરે સત્યવ્રત લીધું હતું. તેઓ ક્યારેય જૂઠું બોલતા ન હતા., કહેવાય છે કે તેમના પ્રભાવથી તેમનો રથ ધરતીથી ત્રણ આંગળી ઉપર ચાલતો હતો. દ્રોણાચાર્ય સાથે વાત કર્યા પછી તેમનો રથ જમીન પર આવી ગયો હતો.

    > યુધિષ્ઠિર જૂઠું બોલ્યા ન હતા, પરંતુ તેમને એક જૂઠા કામમાં મદદ કરી હતી. આ કર્મને લીધે તેમની સત્યવ્રત સિદ્ધિ જતી રહી હતી.

    > આપણે જ્યારે કોઈ સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત કરીએ છીએ તો તેના અનુશાસનને ભૂલથી પણ ક્યારેય તોડવા ન જોઈએ. નહીં તો તે સફળતા પળવારમાં આપણો સાથ છોડી દે છે. હંમેશાં અનુશાસન ટકાવી રાખવું જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Dharm Darshan

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending