Home » Dharm Darshan » Sanskar Sanskriti » મહાભારતમાં અર્જુનના પ્રથમ મૃત્યુની રસપ્રદ કથા Know Arjur first death story in Mahabharat

મહાભારતનું રહસ્યઃ અર્જુન પોતાના જ પુત્ર બભ્રુવાહનના હાથે માર્યો ગયો હતો, અર્જુનની ત્રીજી પત્ની ઉલૂપીએ સંજીવની મણિથી કર્યો હતો ફરી જીવિત

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 05:44 PM

કોના ઉકસાવવાને લીધે અર્જુનના પુત્રએ કર્યો હતો તેનો વધ, કેવી રીતે થઈ હતી પૂરી ઘટના?

 • મહાભારતમાં અર્જુનના પ્રથમ મૃત્યુની રસપ્રદ કથા Know Arjur first death story in Mahabharat

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ અર્જુનું મૃત્યુ સ્વર્ગે જતાં રસ્તામાં થયું હતું, આ વાત તો બધા જાણે જ છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો એ જાણે છે કે તે પહેલાં પણ એકવાર અર્જુનનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મહાભારતમાં બતાવ્યા પ્રમાણે અર્જુનનું પહેલું મૃત્યુ તેના પોતાના જ પુત્ર બભ્રુવાહનના હાથે થયું હતું. આ ઘટના પછી અર્જુની બીજી પત્ની નાગકન્યા ઉલૂપીએ અર્જુનને ફરી જીવિત કર્યો હતો. કેવી રીતે બની હતી આ ઘટના આજે જાણો....

  પાંડવોએ કર્યો હતો અશ્વમેઘ યજ્ઞ-

  મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી એક દિવસ મહર્ષિ વેદવ્યાસ અને શ્રીકૃષ્ણના કહેવાથી પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. પાંડવોએ શુભ મુહૂર્ત જોઈને યજ્ઞનો શુભારંભ કર્યો અને અર્જુનને રક્ષક બનાવીને ઘોડો છોડી દીધો. તે ઘોડો જ્યાં પણ જતો, અર્જુન તેની પાછળ જતો. અનેક રાજાઓએ પાંડવોની અધીનતા સ્વીકાર કરી લીધી તો કેટલાક મૈત્રીપૂર્ણ સંબંધોના આધારે પાંડવોને કર(ટેક્સ) આપવાની વાત માની લીધેલી.

  અર્જુનનો પુત્ર હતો મણિપુરનો રાજા-


  કિરાત, મલેચ્છ અને યવન વગેરે દેશોના રાજાઓએ યજ્ઞના ઘોડાને રોકી લીધો. ત્યારે અર્જુને યુદ્ધ કરીને તેમને પરાજિત કરી દીધેલાં. આ પ્રકારે જુદા-જુદા દેશોના રાજાઓની સાથે અર્જુને ઘણીવાર યુદ્ધ કરવું પડેલું. યજ્ઞનો ઘોડો ફરતાં-ફરતાં મણિપુર સુધી પહોંચી ગયો. ત્યાંની રાજકુમારી ચિત્રાંગદા અર્જુનની પત્ની હતી અને તેના પુત્રનું નામ બભ્રુવાહન હતું. બભ્રુવાહન જ તે સમયે મણિપુરનો રાજા હતો.

  ઉલૂપીએ ઉકસાવ્યો હતો બભ્રુવાહનને યુદ્ધ માટે-


  જ્યારે બભ્રુવાહનને પોતાના પિતાના આવવાના સમાચાર મળ્યા તો તેનું સ્વાગત કરવા માટે તે નગરના દ્વાર ઉપર આવ્યો. પોતાના પુત્ર બભ્રુવાહનને જોઈને અર્જુને કહ્યું કે હું આ સમયે યજ્ઞના ઘોડાનું રક્ષણ કરતો-કરતો તારા રાજ્યમાં આવ્યો છું. એટલા માટે તું મારી સાથે યુદ્ધ કર. જે સમયે અર્જુન બભ્રુવાહન સાથે આ વાત કહી રહ્યો હતો તે સમયે નાગકન્યા ઉલૂપી ત્યાં આવી ગઈ. ઉલૂપી પણ અર્જુનની પત્ની હતી. ઉલૂપીએ પણ બભ્રુવાહનને અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે ઉકસાવ્યો.

  પોતાના જ પુત્રના હાથે માર્યો ગયો હતો અર્જુન-


  પોતાના જ પુત્ર અર્જુન અને સાવકી માતા ઉલૂપીના કહેવાથી બભ્રુવાહન યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. અર્જુન અને બભ્રુવાહન વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. પોતાના જ પુત્રનું પરાક્રમ જોઈને અર્જુન ખૂબ જ પ્રસન્ન થયો. બભ્રુવાહન તે સમયે યુવક જ હતો. પોતાના બાળ સ્વભાવને કારણે પરિણામનો વિચાર કર્યા વગર તેને એક તીક્ષ્ણ બાણ અર્જુન પર છોડી દીધું. તે બાણથી ઘાયલ થઈને અર્જુન બેહોશ થઈને ઘરતી પર પડ્યો.

  બભ્રુવાહન પણ થયો હતો ઘાયલ-


  બભ્રુવાહન પણ એ સમયે સુધી ખૂબ જ ઘાયલ થઈ ચૂક્યો હતો, તે પણ બેહોશ થઈને જમીન ઉપર પડ્યો. ત્યારે ત્યાં બભ્રુવાહનની માતા ચિત્રાંગદા પણ આવી ગઈ. પોતાના પતિ અને પુત્રને ઘાયલ અવસ્થામાં ધરતી પર પડેલાં જોઈને તે ખૂબ જ દુઃખી થઈ. ચિત્રાંગદાને જોયું કે તે સમયે અર્જુનનું શરીર જીવિત હોવાના કોઈ લક્ષણ દેખાતા નથી, ત્યારે તે પોતાના પતિને મૃત અવસ્થામાં જોઈને તે જોર-જોરથી રોવા લાગી. તે સમયે બભ્રુવાહનને હોશ આવી ગયો.

  આ રીતે પુનર્જિવીત થયો અર્જુન-


  જ્યારે બભ્રુવાહનને જોયું કે તેને પોતાના પિતાની હત્યા કરી દીધી છે તો તે પણ શોક કરવા લાગ્યો. અર્જુનના મૃત્યુથી દુઃખી થઈને ચિત્રાંગદા અને બભ્રુવાહન બંને આમરણ ઉપવાસ પર બેસી ગયા. જ્યારે નાગકન્યા ઉલૂપીએ જોયું કે ચિત્રાંગદા અને બભ્રુવાહન આમરણ ઉપવાસ પર બેસી ગયા છે તો તેને સંજીવની મણિનું સ્મરણ કર્યું. તે મણિના હાથમાં આવતા જ ઉલૂપીએ બભ્રુવાહનને કહ્યું કે આ મણિ પોતાના પિતા અર્જુનની છાતી પર ફેરવ. બભ્રુવાહને મણિ છાતી પર ફેરવતાની સાથે જ અર્જુન ફરીથી જીવિત થઈ ગયો અને પુત્ર અને પત્નીઓ સાથે મિલન થયું હતું.

  ઉલૂપીએ બતાવી હતી આખી ઘટના-


  અર્જુન દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે ઉલૂપીએ બતાવ્યું કે આ મારી જ મોહિની માયા હતી. ઉલૂપીએ જણાવ્યું કે છલ પૂર્વક ભીષ્મનો વધ કરવાને લીધે વસુ(એક પ્રકારના દેવતા) તમને શ્રાપ આપવા માગતા હતા. જ્યારે આ વાત મને ખબર પડી તો મે આ વાત પોતાના પિતાએ જણાવી. તેમને વસુઓની પાસે જઈને એમ ન કરવા માટે વિનંતી કરી. ત્યારે વસ્તુઓએ પ્રસન્ન થઈને કહ્યું કે મણિપુરનો રાજા બભ્રુવાહન અર્જુનનો પુત્ર છે, તે જો બાણોથી પોતાના જ પિતાનો વધ કરી દેશે તો અર્જુન પોતાના પાપથી છુટકારો મેળવી શકશે. તમને વસુઓના શ્રાપથી બચાવવા માટે જ મેં આ મોહિની માયા બતાવી હતી. આ પ્રકારે આખી વાત જાણી અર્જુન, બભ્રુવાહન અને ચિત્રાંગદા પણ પ્રસન્ન થઈ ગયા. અર્જુને બભ્રુવાહનને અશ્વમેઘ યજ્ઞમાં આવવા માટે નિમંત્રણ આવ્યું અને ફરીથી પોતાની યાત્રાએ ચાલ્યા ગયા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Dharm Darshan

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ