Home » Dharm Darshan » Sanskar Sanskriti » mahabharat 2019 teachings of mahabharata epic things to avoid for good life

ક્યારેય ન કરવું ગુરુ, માતા-પિતા, પત્ની અને પૂર્વજોનું અપમાન, મહાભારત સહિત અન્ય ધર્મગ્રંથોમાં આ કામને કહેવામાં આવે છે પાપ

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 03:55 PM

ગર્ભવતી અથવા માસિક ધર્મ દરમિયાન કોઈ મહિલાની નિંદા કરવી છે મહાપાપ

  • mahabharat 2019 teachings of mahabharata epic things to avoid for good life

    ધર્મ ડેસ્કઃ- મહાભારત સહિત અન્ય ધર્મગ્રંથોમાં કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જે ન કરવા જોઈએ. તેને પાપ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસે મહાભારતના 18 પર્વોમાં જુદા-જુદા પાત્રોના સંવાદની મદદથી જણાવ્યુ છે કે શું કરવું જોઈએ અને શું નહી. તેમણે ધર્મ અને અધર્મ બંનેના સંબંધમાં વાત કરી છે. મહાભારતમાં પાપ અને પુણ્યનું જુદું-જુદું ફળ પણ જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથ મુજબ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે ધર્મમાં એવા કયા કામ છે જે પાપ કહેવાય છે

    આ કામને કહેવામાં આવ્યા છે પાપ

    - કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું પાપ છે. ધ્યાન રાખો ગર્ભવતી અથવા માસિક ધર્મ દરમિયાન કોઈ મહિલાની નિંદા કરવી મહાપાપ છે. આ પાપ કરનાર વ્યક્તિને ક્યારેય પણ સુખ નથી મળી શકતું.

    - બીજાનું ધન હાંસલ કરવાની ઈચ્છા કરવી પણ શાસ્ત્રો મુજબ પાપ છે.

    - કોઈ સીધા વ્યક્તિને અથવા જીવને કષ્ટ આપવો, નુકસાન પહોંચાડવું, તેના માટે બાધાઓ ઉત્પન્ન કરવાની યોજના બનાવવી પણ પાપ છે.

    - સારું-ખરાબ, સાચું-ખોટું જાણ્યા અને સમજ્યા પછી પણ ખોટું કામ કરવું પાપ છે.

    - પરસ્ત્રી-પુરુષ પર ખરાબ નજર રાખવી અથવા તેને મેળવવાના પ્રયાસ કરવા અથવા તેના વિશે ખરાબ વિચારવું પણ પાપ છે.

    - બીજાના માન-સન્માનને નુકસાન પહોંચાડવાની ઈચ્છાથી ખોટું બોલવું, છળ-કપટ કરવો, ષડયંત્ર રચવો પાપ છે.

    - નાના બાળકો, મહિલાઓ અથવા કોઈ પણ નબળા વ્યક્તિ અથવા જીવના વિરુદ્ધ હિંસા કરવી, અસામાજિક કર્મ કરવા પણ પાપ છે.

    - કોઈ મંદિરની વસ્તુઓ ચોરી કરવી અથવા ખોટી રીતે બીજાની સંપત્તિ હાંસલ કરવી પણ પાપ છે.

    - ગુરુ, માતા-પિતા, પત્ની અને પૂર્વજોનું અપમાન કરનારને શિવજી ક્યારેય માફ નથી કરતા.

    - નશો કરવો, દાન કરેલી વસ્તુઓ અથવા ધન પાછું લેવું મહાપાપ છે. કોઈ પણ પ્રકારના અધર્મમાં ભાગીદાર બનવું પાપ છે.


    આ પણ વાંચોઃ- એક નાસ્તિક વ્યક્તિએ પાદરીને પૂછ્યું, ધર્મગ્રંથોમાં દારૂ પીવો કેમ પાપ માનવામાં આવે છે? પાદરીએ તે વ્યક્તિને 3 સવાલો પૂછ્યાં અને તે વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થયો, શું હતા આ 3 પ્રશ્નો?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Dharm Darshan

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ