Divya Bhaskar

Home » Dharm Darshan » Sanskar Sanskriti » Geeta Updesh And Shlokas From Mahabharat Lord Krishna's Learning

દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન છે ગીતામાં, શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં જણાવેલા સૂત્રોથી મેનેજ કરો તમારી લાઇફ

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 06:37 PM

શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાના ઉપદેશમાં જે જ્ઞાન આપ્યું છે, તે સંસારનું શ્રેષ્ઠતમ જ્ઞાન છે.

  • Geeta Updesh And Shlokas From Mahabharat Lord Krishna's Learning

    ધર્મ ડેસ્કઃ મહાભારતના યુદ્ધમાં જ નહીં ભગવાન કૃષ્ણે સંપૂર્ણ મહાભારતમાં અનેક જગ્યાએ એવી શિક્ષાઓ આપી છે જે જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાના ઉપદેશમાં જે જ્ઞાન આપ્યું છે, તે સંસારનું શ્રેષ્ઠતમ જ્ઞાન છે. અનેક મેનેજમેન્ટ સ્કૂલ્સમાં તેનો અભ્યાસ કરાવવામાં આવે છે. ગીતાને મેનેજમેન્ટની સૌથી મહત્વપૂર્ણ બુક માનવામાં આવે છે કારણ કે તેમાં કર્મ પર ફોકસ કરવામાં આવ્યું છે. કોઈ પણ કામ કરતા પહેલા યંગસ્ટર્સના મનમાં જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે તેના જવાબ તેમાં આપેલા છે.

    આ જ ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને ત્રણ એવી નાની-નાની વસ્તુઓ જણાવી હતી જેનો અર્થ ખૂબ ગાઢ છે. જો આપણે આ ત્રણ વાતોને પોતાના જીવનમાં ઉતારી લઇએ તો અનેક પરિસ્થિતિઓ પર સરળતાથી વિજય મેળવી શકીએ છીએ.

    ગીતાનો પહેલો સૂત્ર


    सत्कामानपूजार्थ तपो दम्भेन चैव यत्।
    क्रियते ददिह प्रोक्तं राजसं चलमध्रुवम्।।

    અર્થઃ- જે તપ સત્કાર, માન અને પૂજા કોઈ સ્વાર્થ માટે દંભ સાથે કરવામાં આવે છે તે તપ ક્ષણ માત્ર ફળ આપનારો રાજસ કહેવામાં આવ્યો છે.

    એટલે કે જે કરો તે નિસ્વાર્થ ભાવથી, કોઈ દેખાવા અથવા લાલચ વિના કરો. તેનાથી તમને તમારા કર્મોનું સંપૂર્ણ ફળ મળશે.

    ગીતાનો બીજો સૂત્ર


    त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन:।
    काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्।।

    અર્થઃ- કામ, ક્રોધ અને લાલચ આ ત્રણ પ્રકારના દ્વાર આત્માનો નાશ કરનારા છે. આ ત્રણેય વ્યક્તિને ખરાબ ગતિ તરફ લઈ જાય છે. એટલે તેનો ત્યાગ કરવો જોઈએ.

    ગીતાનો ત્રીજો સૂત્ર


    तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वश:।
    इंद्रियाणिइंद्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता।।

    અર્થઃ- હે મહાબાહો જે વ્યક્તિની ઇન્દ્રિઓ તથા ઇન્દ્રિઓના વિષય તેના વશમાં છે, તેની જ બુદ્ધિ સ્થિર છે.

    આ પણ વાંચોઃ- કાચબાની જોડી ઘરમાં લાવશે સુખ-શાંતિ તો હાથીની જોડીથી મળશે લક્ષ્મીની કૃપા, ઘરમાં 4 પ્રાણીઓની મૂર્તિ રાખવી છે શુભ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Dharm Darshan

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending