છત્તીસગઢના બિલાસપુરમાં છે બજરંગી પંચાયત મંદિર, અહીં હનુમાનજી દરેક કેસનો લાવે છે ઉકેલ

Bajarang Panchayat Temple Bilaspur Chattishgadh
Dharm Desk

Dharm Desk

Sep 10, 2018, 06:57 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જો એવું કહેવામાં આવે કે ભારત મંદિરોનો દેશ છે તો અતિશયોક્તિ નહીં હોય. અહીં દરેક મંદિરની એક અલગ ઓળખ અને વિશેષતા છે. આજે અમે તમને બતાવીશું એક એવા જ મંદિર વિશે જે છત્તીસગઢના બિલાસપુરમાં છે. બિલાસપુરના મગરપારા વિસ્તારમાં એક અનોખું હનુમાન મંદિર છે, જ્યાં ગામના દરેક વિવાદનું સમાધાન હનુમાનજી કરે છે.

આ ગામની એ વિશેષતા છે કે અહીં કોઈ કોર્ટ નથી, અહીં હાઈ કોર્ટ હોવા છતાં પણ મોટાભાગના વિવાદોનો ઉકેલ ભગવાન હનુમાનના મંદિરમાં જ થાય છે. ભગવાન હનુમાનજી બધા દુઃખો હરનારા માનવામાં આવે છે. અહીંની પંચાયતજીને સાક્ષી માનીને નિર્ણય કરે છે અને લોકોને વિશ્વાસ છે કેએ નિર્ણયમાં હનુમાનજીનો આદેશ હોય છે.

બજરંગી પંચાયત મંદિર-


બિલાસપુરના આ વિસ્તારમાં એક ‘બજરંગી પંચાયત’ નામનું મંદિર છે. જ્યાં પાછલાં 80 વર્ષથી વિવાદોના નિર્ણયો માટે હનુમાનજીની શરણ લેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ સમસ્યા હોય ત્યારે તેના ઉકેલ માટે બજરંગ પંચાયત મંદિરમાં પહોંચી જાય છે.

મંદિરનો ઈતિહાસ-


આ મંદિરના નિર્માણ પાછળ પણ સ્થાનિય લોકોમાં એક કથા પ્રચલિત છે, કહેવાય છે કે લગભઘ 80 વર્ષ પહેલાં સુખરું નાઈ નામના એક હનુમાન ભક્તએ પીપળાના ઝાડની નીચે બનેલાં ચબૂતરા પર પંચાયત સદસ્યો અને હનુમાન ભક્તોના સહયોગથી ધીરે-ધીરે મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી. અંતે વર્ષ 1983માં આ મંદિર બનીને પૂરું થયું.

જૂની પરંપરા


મંદિરનું નિર્માણ થયું ત્યારથી એવી પરંપરા બનાવાઈ કે પંચાયતમાં હનુમાનજીને સાક્ષી માનીને નિર્ણય કરવામાં આવશે અને તેને દરેક વ્યક્તિ સ્વીકાર પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં હનુમાન મૂર્તિની સામે જે પણ નિર્ણય થાય છે, તેમાં ભગવાનની ઈચ્છા પણ સામેલ હોય છે.

બધા માને છે નિર્ણય-

બધા લોકો હનુમાનજીના આશીષ માનીને જ ઘરોમાં માંગલિક કામોની શરૂઆત કરે છે. દરેક નવવધૂ ગૃહ-પ્રવેશ પહેલાં બજરંગબલીના આશીર્વાદ લે છે. આ મંદિરનું મહત્વ આસપાસના લોકોમાં એટલું વધી ગયું છે કે અહીં ખાસ કરીને મોટા-મોટા આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને હનુમાનજી અને શ્રીરામ સાથે જોડાયેલી વિવિધ તિથિઓમાં ભવ્ય ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર-દૂરથી અનેક ભક્તો ભાગ લે છે.

X
Bajarang Panchayat Temple Bilaspur Chattishgadh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી