શિવપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં બતાવી છે ભગવાન શ્રીગણેશની જન્મકથા, શનિદેવની ત્રાસી નજરથી ગણેશનું માથું કપાઈ ગયેલું?

Lord Ganesha Story:ભગવાન ગણેશના જન્મ અને માથુ કાપવામાં પુરાણોમાં અલગ-અલગ કથા બતાવી છે

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 05:49 PM
Ganesh Chaturthi 2018 kow myterious birth story of Lord Ganesha

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાન ગણેશનો જન્મ અને માથુ કાપવાની ઘટના વિશે તો પુરાણઓમાં અનેક અલગ-અલગ બાબતો કહેવામાં આવી છે, પરંતુ શિવપુરાણમાં બતાવ્યા પ્રમાણે માતા પાર્વતીએ પોતાના શરીરે લગાવેલાં ઉબટનથી ગણેશજીનો જન્મ થયો. તે સિવાય ગણેશજીનું માથુ કાપવાની કથા શિવપુરાણમાં અલગ રીતે અને બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ અલગ બતાવી છે. શિવપુરાણમાં બતાવ્યા પ્રમાણે ભગવાન શિવે ક્રોધમાં આવીને ગણેશજીનું માથુ કાપી નાખ્યું હતું, તો બ્રહ્મવૈવર્તપુરાણમાં બતાવ્યા પ્રમાણે શનિની વાંકી દ્રષ્ટિ પડવાને લીધે ગણેશજીના માથા પર પડવાને લીધે તેમનું માથુ કપાઈ ગયું હતું. જાણો તેની પૂરી કથા-

શિવપુરાણમાં બતાવ્યા પ્રમાણે દેવી પાર્વતી એકવાર શિવજીના ગણ નંદી દ્વારા તેમની આજ્ઞા પાલનમાં ત્રુટિ થવાને કારણે પોતાના શરીરના ઉબટનમાંથી એક બાળકનું નિર્માણ કરી તેમાં પ્રાણ પૂર્યાઅને કહ્યું કે તું મારો પુત્ર છે. તું મારી આજ્ઞાનું પાલન કરજે, બીજા કોઈની નહીં. દેવી પાર્વતીએ એમ પણ કહ્યું કે હું સ્નાન કરવા માટે જઈ રહી છું. કોઈપણ અંદર ન આવી શકે તેનું ધ્યાન રાખજે. થોડીવાર થયા પછી ત્યાં ભગવાન શંકર આવ્યા અને દેવી પાર્વતીના ભવનમાં જવા લાગ્યા.

આ જોઈને તે બાળકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. બાળકની હઠ જોઈને ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા અને તેમને પોતાના ત્રિશૂળથી તે બાળકનું માથુ કાપી નાખ્યું. દેવી પાર્વતીએ જ્યારે આ જોયું તો તેઓ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. પોતાની ક્રોધની અગ્નિથી સૃષ્ટિમાં હાહાકર મચી ગયો. ત્યારે દેવતાઓએ ભેગા થઈને તેમની સ્તુતિ કરી અને બાળકને ફરીથી જીવિત કરવા કહ્યું.

ત્યારે ભગવાન શંકરના કહેવાથી વિષ્ણુજીએ એક હાથીનું માથુ કાપી લાવ્યા અને તે માથુ તે બાળકના ધડ પર રાખીને તેને જીવિત કરી દીધા. ત્યારે ભગવાન શંકર અને અન્ય દેવતાઓએ તે ગજમુખી બાળકને અનેક આશીર્વાદ આપ્યા. દેવતાઓએ ગણેશ, ગણપતિ, વિનાયક, વિઘ્નહર્તા, પ્રથમ પૂજ્ય વગેરે અનેક નામોથી તે બાળકની સ્તુતિ કરી. આ પ્રકારે ભગવાન ગણેશનું પ્રાકટ્ય થયું.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં બતાવ્યા પ્રમાણે ગણેશજીના જન્મ પછી જ્યારે બધા દેવી-દેવતાઓ તેમના દર્શન કરવા માટે કૈલાશ પહોંચ્યા હતા. ત્યારે શનિદેવ પણ ત્યાં પહોંચ્યા, પરંતુ તેમને બાળક ગણેશજી તરફ જોયું ન હતું. માતા પાર્વતીએ તેનું કારણ પૂછ્યું તો શનિદેવે કહ્યું કે મારી પત્નીએ મને શ્રાપ આપ્યો છે કે હું જેની પર નજર કરીશ, તેનું અનિષ્ઠ થઈ જશે. એટલા માટે આ બાળક તરફ નથી જોઈ રહ્યો. ત્યારે માતા પાર્વતીએ શનિદેવને કહ્યું કે આ સંપૂર્ણ સૃષ્ટિ તો ઈશ્વરને અધીન છે.

તેમની ઈચ્છા વગર કશું જ નથી થતું. આથી તમે ભયમુક્ત થઈને મારા બાળકને જુઓ અને આશીર્વાદ આપો. માતા પાર્વતીના કહેવાથી જ્યારે શનિદેવે બાળક ગણેશનો જોયા તો તે સમયે જ તે બાળકનું માથુ ધડથી અલગ થઈ ગયું. બાળક ગણેશની આ અવસ્થા જોઈને માતા પાર્વતી વિલાપ કરવા લાગ્યા. માતા પાર્વતીની આ અવસ્થા જોઈને ભગવાન વિષ્ણુએ એક હાથીના બાળકનું માથુ લાવીને બાળક ગણેશના ધડ સાથે જોડી દીધું અને તેને ફરીથી જીવિત કરી દીધા.

X
Ganesh Chaturthi 2018 kow myterious birth story of Lord Ganesha
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App