સંત કબીર સાહેબનું મંદિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદીના તટ પર આવેલા રમણીય સ્થળોમાંનું કબીરવડ એક જાણીતું સ્થળ છે - Divya Bhaskar
નર્મદા નદીના તટ પર આવેલા રમણીય સ્થળોમાંનું કબીરવડ એક જાણીતું સ્થળ છે

ધાર્મિક માહાત્મ્ય:  ભરૂચ પાસે આવેલા શુકલતીર્થની બાજુમાં નર્મદા નદી વચ્ચે એક નાનકડો દ્વીપ આવેલો છે. એક માન્યતા પ્રમાણે અહીં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેમનું જીવન સરળ હતું પણ શાંતિ નહોતી. કોઈ સાધુએ તેમને કહ્યું કે જ્યાં સુધી તેઓ પૂર્ણ સંતના શરણમાં જઈ ગુરુદક્ષિણા નહીં લે ત્યા સુધી તેઓને શાંતિ નહીં મળે. 

તેઓએ વડની એક સૂકી ડાળખી આંગણામાં રોપી અને અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ જે સંતના ચરણામૃતથી આ ડાળીમાં કૂંપળ ફૂટશે તેને સદગુરુ બનાવશે. ઘણા સંતો આવ્યા પણ કૂંપળ ફૂટી નહીં. વરસો બાદ તેઓ વૃદ્ધ થયા ત્યારે સંત કબીર ત્યાં પધાર્યા.

 

એમણે નર્મદાના નીરથી કબીર સાહેબના પગ ધોયા અને ચરણામૃત લીધા. પછીનું જળ આ સૂકી ડાળી પર નાખ્યું. આશ્ચર્ય વચ્ચે તે સૂકી ડાળને કૂંપળ ફૂંટી અને તે ડાળખી આજે કબીરવડ તરીકે પ્રસિદ્ધ થઈ. અનેક વાર નર્મદાનાં પાણી આ દ્વીપ પર ફરી વળ્યાં છતાં ઇતિહાસનો સાક્ષી સમુ કબીરવડ આજેય અડીખમ છે. 

 

નર્મદા નદીના તટ પર આવેલા રમણીય સ્થળોમાંનું કબીરવડ એક જાણીતું સ્થળ છે. 2.5 એકરમાં ફેલાયેલો કબીરવડ એની વિશાળ અને ઘનઘોર ઘટાઓને કારણે ઘણો જ આકર્ષણ લાગે છે. એવું પણ કહેવાય છે કે સંત કબીર સાહેબ 1380થી 1400ની સાલમાં અહીંયાં રહ્યા હતા. આ વડનું આયુષ્ય આશરે 600 વર્ષથી પણ વધુ હોવાનું કહેવાય છે. 

અન્ય સમાચારો પણ છે...