શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના જમાલપુર ખાતે આવેલું જગન્નાથજી મંદિર અંદાજે 460 વર્ષ જૂનું છે. આ મંદિરનું જ્યાં નિર્માણ કરવામાં આવ્યું છે, - Divya Bhaskar
અમદાવાદના જમાલપુર ખાતે આવેલું જગન્નાથજી મંદિર અંદાજે 460 વર્ષ જૂનું છે. આ મંદિરનું જ્યાં નિર્માણ કરવામાં આવ્યું છે,

ધાર્મિક માહાત્મ્ય : આ મંદિરનો ઇતિહાસ અને મહત્વ અનેરું છે. આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે એક સાધુ વિચરણ કરતાં સાબરમતી નદીના કાંઠે આવ્યા હતા. તેમણે અહીં એક ઝૂંપડી બાંધી હતી. એક દિવસ ત્યાં કેટલાક લોકો એક શબ લઇને આવ્યા.

 

તેમનો કલ્પાંત સાંભળીને સાધુએ પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું અને પોતાની પાસે જે જડીબુટ્ટી હતી તે આપી તેઓ જતા રહ્યાં. થોડાક સમય બાદ એ મૃત વ્યક્તિ પુનઃસજીવ થઇ ગયો. આ પરચાની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ પણ અહીં આવવા લાગ્યા. આ સ્થળે એક હનુમાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

 

બાદમાં એ જ સાધુના શિષ્ય એવા સારંગદાસજી કે જેઓ જગન્નાથ ભગવાનના ઉપાસક હતા. તેમને એક સ્વપ્ન આવ્યું અને બાદમાં અહીં જગન્નાથજીની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી આ મંદિરને જગન્નાથ મંદિર કહેવામાં આવે છે. અહીં ગૌશાળા અને સદાવ્રત પણ ચલાવવામાં આવે છે. 

 

નિર્માણઃ અમદાવાદના જમાલપુર ખાતે આવેલું જગન્નાથજી મંદિર અંદાજે 460 વર્ષ જૂનું છે. આ મંદિરનું જ્યાં નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં વર્ષો પહેલાં સ્મશાન હતું. એક દિવસ એક સાધુ યાત્રા કરતાં કરતાં આ સ્થળે આવી પહોંચ્યા હતા.

 

તેઓ હનુમાનભક્ત હોઇ તેમણે અહીં હનુમાન મંદિરનું નિર્માણ કર્યું હતું. આ સાધુના અનેક પરચાઓની વાતો ઇતિહાસમાં નોંધાયેલી છે. બાદમાં એ સાધુના શિષ્ય સારંગદાસજીએ ગાદી સંભાળી તેઓ ભગવાન જગન્નનાથના ઉપાસક હતા.

 

તેઓ પૂરી જગન્નાથ મંદિરે દર્શનાર્થે ગયા અને બાદમાં આ જ મંદિરે જગન્નાથ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી આ મંદિર જગન્નાથ મંદિર તરીકે જાણીતું છે. આ મંદિરનું 2000માં રિનોવેશન કરવામાં આવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...