મહાભારતઃ સંઘર્ષ, સંયમ અને પોતાના પર વિશ્વાસ રાખીને જીવનના દરેક ક્ષેત્રમાં મેળવી શકો છો સફળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

ધર્મ ડેસ્કઃ વેદવ્યાસ દ્વારા લખેલી મહાભારતમાં 1 લાખ કરતા વધુ શ્લોક છે. મહાભારતમાં માત્ર યુદ્ધનું જ વર્ણન નથી, પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં જીવનને માર્ગદર્શન આપતી વાતો પણ લખવામાં આવી છે. મહાભારતમાં તમે અનેક એવી વાતો જણાવવામાં આવી છે જેને અપનાવવાથી જીવનમાં ક્યારેય હારનો સામનો નહીં કરવો પડતો. તેમાં સંઘર્ષ અને સંયમનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

 

સંધર્ષ
- જીવનમાં કાયમ સંઘર્ષ કરવાનો એક મોટો સંદેશ મહાભારતમાં આપવામાં આવ્યો છે. તેમાં શરૂઆતથી અંત સુધી જીવનના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.
- મહાભારતમાં જણાવવામાં આવ્યું છે જીવનમાં ક્યારેય પણ ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય, સંઘર્ષ કરવાથી હાર માનીને બેસી ન જવું જોઈએ. સંઘર્ષ જ આપણને સફળતા સુધી લઈ જાય છે.

 

સંયમ
- મહાભારતમાં મુખ્ય પાત્રોએ ઘણી વખત બીજાની વાતોમાં આવીને અથવા ઘણી વખત ક્રોધમાં નિર્ણયો લીધા હતા. તેનાથી તેમને પાછળથી નુકસાન ઉઠાવવું પડ્યું હતું.
- તેનાથી શીખવા મળે છે કે નિર્ણય લેતી વખતે ભવિષ્યમાં તેના પરિણામો વિશે જરૂર વિચારવું જોઈએ. તમારા નિર્ણયો વિવેક અને સંયમથી લેવા જોઈએ.

 

પોતાના પર કરો વિશ્વાસ
- મહાભારતમાં એક શીખ જે આપણને મળે છે એ છે કે પોતાના પર વિશ્વાસ કરવો ખૂબ જરૂરી છે.
- જો આપણે પોતાના પર અને આપણી ક્ષમતાઓ પર વિશ્વાસ નહીં કરીએ તો જીવનમાં સફળ નહીં થઈ શકીએ.
- ધૃતરાષ્ટ્રે જે રીતે રાજપાટ મેળવ્યો, દુર્યોધને જે ચપળતાથી સત્તા પર રાજ કરવાની ઈચ્છા કરી, તેનાથી આ જ શીખ મળે છે.

 

ડરને કરો દૂર
- મહાભારતના પાત્રો પર પણ અનેક પ્રકારનો ડર હાવિ રહ્યો હતો. ધૃતરાષ્ટ્રને રાજપાટ છીનવાઇ જવાનો ડર, દુર્યોધનને પાંડવોથી હારી જવાનો ડર અને અર્જુનને પોતાના જ સગા-સંબંધીઓ વિરુદ્ધ યુદ્ધ લડવાનો ડર.
- આ ડર તમામ પાત્રોના નિર્ણયોને પ્રભાવિત કરતો રહ્યો. તેનાથી શીખ મળે છે કે જ્યાં સુધી તમારા મનમાં ડર રહેશે તમે યોગ્ય નિર્ણય નહીં લઈ શકો.

 

અધૂરું જ્ઞાન
- મહાભારતમાં અભિમન્યૂ પોતાની વીરતા માટે જાણીતો હતો, પરંતુ ચક્રવ્યૂહ ભેદવા માટે તેના અધુરા જ્ઞાને તેને મોતના મુખમાં ધકેલી દીધું.
- વિદ્યાર્થીઓએ કાયમ યાદ રાખવું જોઈએ કે તે જે પણ જ્ઞાન મેળવે તેને સંપૂર્ણપણે મેળવવું ન કે અધુરું. અધુરું જ્ઞાન વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી શકે છે.

 

 

આ પણ વાંચોઃ- શુકન શાસ્ત્રઃ સ્ત્રીના વીંછીયા ખોવાઇ તો પતિ થઈ શકે છે બીમાર, શરીરના દરેક અંગ સાથે જોડાયેલા ઘરેણાં ખોવાવાથી થઈ શકે છે અશુભ