ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ અને તમારી ઉપર લાગી શકે છે જૂઠો આરોપ

Ganesh Chaturthi do not look moon on ganesh chaturthi to avoid these chandra dosh
Dharm Desk

Dharm Desk

Sep 12, 2018, 05:28 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ચંદ્રના દર્શન ન કરવા જોઈએ નહીંતર જૂઠો આરોપ લાગી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ચંદ્રના દર્શન કરી લીધા હતા જેનાથી તેમની પર પણ ચોરીનો જૂઠો આરોપ લાગ્યો હતો. આ વાત નારદ ઋષિએ શ્રીકૃષ્ણએ બતાવી હતી. પછી શ્રીકૃષ્ણ ભગવાને શ્રીગણેશની પૂજા કરી અને આરોપથી મુક્તિ પ્રાપ્ત કરી હતી. પૌરાણિક કથા પ્રમાણે ભાદરવાના સુદપક્ષની ચતુર્થી પર ગણેશજીએ ચંદ્રને આપેલા શ્રાપને કારણે એવું થાય છે. પરંતુ ભૂલથી ચંદ્ર જોઈ લેવાથી પણ પુરાણોમાં આરોપથી મુક્તિ મેળવવા મંત્ર પણ બતાવ્યો છે. જેને વાંચવાથી ચંદ્ર દર્શનનો દોષ નથી લાગતો.

મંત્રઃ-

सिंह: प्रसेन मण्वधीत्सिंहो जाम्बवता हत:।
सुकुमार मा रोदीस्तव ह्येष: स्यमन्तक:।।

આ મંત્રના પ્રભાવથી કલંક પણ નથી લાગતું. જે મનુષ્ય જૂઠા આરોપ પ્રત્યારોપમાં ફસાઈ જાય, તે આ મંત્રનો જાપ કરીને આરોપથી મુક્ત થઈ શકે છે. જો મંત્ર ન વાંચવામાં આવે અને ગણેશજીની પૂજા કરવામાં આવે અને વ્રત કરવામાં આવે તો પણ તેનો દોષ નથી લાગતો.

શ્રીગણેશજીને આપ્યો હતો ચંદ્રને શ્રાપ- આ છે પૂરી કથા-

ભગવાન ગણેશને ગજનું મુખ લગાવવામાં આવ્યું હતું તો તેઓ ગજવંદન કહેવાયા અને માતા-પિતાના રૂપમાં પૃથ્વીની સૌ પ્રથમ પરિક્રમા કરવાને લીધે અગ્રપૂજ્ય બન્યા. બધા દેવતાઓને તેમની સ્તુતિ કરી પરંતુ ચંદ્ર ધીરે-ધીરે હંસતાં હતા. ચંદ્રને પોતાની સુંદરતા પર અભિમાન હતું. ગણેશજી સમજી ગયા કે ચંદ્ર અભિમાનવશ તેમનો ઉપહાસ ઉડાવી રહ્યા છે. ક્રોધમાં આવીને ભગવાન શ્રીગણેશે ચંદ્રને શ્રાપ આપી દીધો કે આજથી તું કાળો બની જઈશ.

ચંદ્રએ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમને શ્રીગણેશની ક્ષમા માગી તો ગણેશજીએ કહ્યું કે સૂર્યના પ્રકાશથી તને ધીરે-ધીરે પોતાનું સ્વરૂપ ફરીથી પ્રાપ્ત થશે, પરંતુ આજનો(ભાદરવા, સુદ ચતુર્થી) દિવસને દંડ આપવા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ આજે તમારા દર્શન કરશે, તેની પર ચોરીનો જૂઠો આરોપ લાગશે. એટલા માટે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ દર્શન કરવામાં નથી આવતા.

X
Ganesh Chaturthi do not look moon on ganesh chaturthi to avoid these chandra dosh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી