ધર્મ ડેસ્ક: કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને બળવાન કેવી રીતે બનાવવો તેના ઉપાય અહીં જણાવવામાં આવ્યા છે.
>> બુધ ગ્રહને શુભ અને મજબુત બનાવવાના ઉપાય
>> પુત્રી, બહેન અને ફઈને સન્માન આપો. તેને ઘરમાંથી કોઈ વસ્તુ આપીને જ વિદાય કરો.
>> નિયમિત શાલિગ્રામનું પૂજન કરવું અને પ્રસાદમાં તુલસીના પાંદ ગ્રહણ કરવા.
>> માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવી.
>> ઘરની છત ઉપર જામેલા કચરાને દૂર કરો.
>> બુધવારે ગાયોને ઘાસ આપવું જોઈએ.
>> ખોટું બોલવાથી બુધ પોતાની ખરાબ અસર છોડતો નથી, માટે સત્ય બોલો.
>> લીલી વસ્તુઓ અને કપડાંઓનું દાન કરો. મગનું દાન કરવું.
>> બુધવારના દિવસે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો.
>> વ્યક્તિએ નિયમિત ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનો જાપ કરવો.
બુધ મજબુત હોય ત્યારે આ મુજબ ફળ આપે છે:
>> બુધ ગ્રહ શુભ હોય ત્યારે વ્યક્તિ ઓછી મહેનતમાં વધુ કમાય છે.
>> વ્યક્તિની પુત્રી અને બહેનનનું જીવન સુખમય રહે છે.
>> બિઝનેસમાં સફળતા મળે છે.
>> અભ્યાસના ક્ષેત્રમાં વ્યક્તિને સારું પરિણામ મળે છે.