રફાળેશ્વર મહાદેવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના મહારાજા લખધીરજીએ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરી અહીં ભવ્ય મંદિર બનાવ્યું હતું. - Divya Bhaskar
મોરબીના મહારાજા લખધીરજીએ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરી અહીં ભવ્ય મંદિર બનાવ્યું હતું.

ધાર્મક માહાત્મ્ય:  મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલું છે રફાળેશ્વર મહાદેવનું મંદિર. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું. ત્યારબાદ રંભ્ય નામના મુનિએ આજ ક્ષેત્રમાં મહાદેવજીનું તપ કરતા ‘રંભયેશ્વર’નામથી મહાદેવજી પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી રિપુપાલ નામના રાજકુમારે આ ક્ષેત્રમાં રંભય મુનિના આદેશથી મહાદેવનું તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા હતા. 


ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાડેશ્વર નામથી ઓળખાતી હતી. હજારો વર્ષોં બાદ ‘રિપુફાડેશ્વર’ શબ્દનું અપભ્રંશ થતાં આ જગ્યા હવે "રફાળેશ્વર" તરીકે જાણીતી બની. આ મંદિરના વિકાસ પાછળ મોરબીના મહારાજા લખધીરજીનો સિંહફાળો છે. તે સમયે ધાર્મિકક્રિયાઓ માટે મંદિરની જગ્યાઓ નાની પડતા તે સમયે આશરે રૂપિયા એક લાખના ખર્ચે અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું. 


આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં લોકમેળો ભરાય છે. રફાળેશ્વરના મંદિરની બાજુમાં 40x40નો વિશાળ કુંડ આવેલો છે. જેમાં સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પિતૃતપર્ણનું અનેરું મહત્વ છે.

અન્ય સમાચારો પણ છે...