નીલકંઠધામ, પોઇચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બીરાજમાન છે. તદુપરાંત ગણેશજી, હનુમાનજી, સપ્તર્ષિ, વિષ્ણુના અવતાર તથા અન્ય મંદિરો છે. - Divya Bhaskar
મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બીરાજમાન છે. તદુપરાંત ગણેશજી, હનુમાનજી, સપ્તર્ષિ, વિષ્ણુના અવતાર તથા અન્ય મંદિરો છે.

ધાર્મિક માહાત્મ્ય: ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ. શિખરબધ્ધ મંદીરમાં નિલકંઠવર્ણીન્દ્ર (ભગવાન સ્વામીનારાયણ)ની મુર્તી સાથે પ્રાચીન સંસ્ક્રુતીના દર્શન કરાવતુ અર્વાચીન મંદીર એટલે નિલકંઠ ધામ પોઇચા.

 

આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.


ઐતિહાસિક માહાત્મ્ય: સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ 21 દીવસનો મહોત્સવ અને મહાયજ્ઞ સાથે મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાનને પશ્ચિમનું પ્રયાગ પણ કહેવામા આવે છે. દિવાળી વેકેશન દરમિયાન દેશભરમાંથી 10 લાખ કરતાં વધારે લોકોએ પોઇચા મંદિરની મુલાકાત લીધી છે.

અન્ય સમાચારો પણ છે...