કોટેશ્વર મહાદેવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાર્મિક માહાત્મ્ય: આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને કહ્યું કે તું શિવલિંગ લંકા લઈ જતી વેળાએ જ્યાં પણ મૂકી દઈ ત્યાં કોટી થઈ જશે અને પછી તું ઉપાડી શકીશ નહીં. દેવોએ રાવણ પાસેથી શિવલિંગ પડાવી લેવા કપટ કર્યું. 


આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડવાળા ખાડામાં પડ્યા, ગાયને બહાર કાઢવા માટે દેવે તપસ્વીનું રૂપ ધર્યું. રાવણ આકાશ માર્ગે શિવલિંગ લઈ લંકા જઈ રહ્યો હતો તેણે જોયું કે ખાડામાં પડેલી ગાય તપસ્વીથી બહાર નીકળતી નથી.

 

તપસ્વીએ રાવણની મદદ માગી. રાવણે ગાયને બચાવવાના ઉત્સાહમાં પોતાનું શિવલિંગ જમીન પર મૂકી દીધું. ગાય બહાર નીકળી ગયા પછી રાવણે જોયું તો તેનું શિવલિંગ કોટી બની ગયું હતું. પછી રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને તે સ્થાન કોટેશ્વરના નામે પ્રચલિત બની ગયું. 

અન્ય સમાચારો પણ છે...