ચહેર માતાજી મંદિર, મરતોલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના રોજ ચેહર ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. - Divya Bhaskar
મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના રોજ ચેહર ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે.

ધાર્મિક માહાત્મ્ય: આજથી 900 વર્ષ પહેલા હાલરડીમાં (હાલ પાકિસ્તાનમાં છે) શેખાવતસિંહ રાઠોડના ઘરે ચેહર માતાજી મહા મહિનામાં વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ્યા હતા. તેમનું નાનપણનું નામ કેશરભવાની હતું. અહીંથી ચેહરમાતા બનાસકાંઠા જિલ્લાનાં નગરતેરવાડાનાં રાજવી રૂપસિંહ દરબારનાં ઘરે આવ્યાં.

 

ત્યાંથી ચેહરમાતા સીધા મરતોલી ગામે 900 વર્ષ જૂના વરખડીના ઝાડ નીચે બીરાજમાન થયાં. મરતોલીનાં રબારીઓને પરચો આપીને તેઓ વરખડીના ઝાડ નીચે સ્વયંભુ ફૂલનો દડો થઈ ગયાં હતાં.

 

લોકોએ આ ફૂલો હટાવ્યાં તો તેની નીચે કંકુના પગલાં દેખાયા અને લોકોએ માતાજીની પૂજા-અર્ચના કરવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલા અહીં નાનું મંદિર હતું. શ્રદ્ધાળુંઓની ભીડ ધીમે ધીમે વધતા અહીં સમયની સાથે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વરખડીનું ઝાડ આજે પણ અહીં છે. લોકો આસ્થા સાથે અહીં આવીને ધન્યતા અનુભવે છે. 

અન્ય સમાચારો પણ છે...