12 સપ્ટેમ્બરે હરિતાલિકા ત્રીજ, આ દિવસે મહિલાઓ કરે શિવ-પાર્વતીની પૂજા, પૂરી થઈ શકે છે દરેક ઇચ્છા

ગમતો પતિ મેળવવા અને સુખ-સમૃદ્ધિ મેળવવા બુધવારે કરો 7માંથી 1 ઉપાય

Dharm Desk | Updated - Sep 10, 2018, 04:35 PM
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ હરિતાલિકા તીજનું વ્રત કરવામાં આવે છે
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ હરિતાલિકા તીજનું વ્રત કરવામાં આવે છે

ધર્મ ડેસ્ક: ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ હરિતાલિકા તીજનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતથી કુંવારી કન્યાઓને ઇચ્છીત વરની પ્રાપ્તિ થાય છે, તો વિવાહિત મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે. આ વખતે આ વ્રત 12 સપ્ટેમ્બર, બુધવારના રોજ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા પાર્વતી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે.

1. હરિતાલિકા તીજના દિવસે 11 નવવધુઓ (જેમનાં લગ્ન નવાં-નવાં થયાં હોય)તેમને સિંદૂર, મહેંદી, બંગડી, કાજળ, લાલ ચૂંદડી જેવી સુહાગની વસ્તુઓ ભેટમાં આપો.


2. હરિતાલિકા ત્રીજે કોઇ કુંવારી બ્રાહ્મણ કન્યાને તેનાં ગમતાં કપડાં અપાવો અને સાથે કોઇ ભેટ પણ આપો.


3. જો કોઇ છોકરીનો લગ્ન યોગ ન રચાતો હોય તો, હરિતાલિકા ત્રીજ પર માતા પાર્વતીને હળદરની 11 ગાંઠ અર્પિત કરો.


4. માતા પાર્વતીને લાલ રંગની ચૂંદડી, લાલ બંગડી, મહેંદી, ગુલાબનું ફૂલ અને દુહાગની વસ્તુઓ ચઢાવો.


5. હરિતાલિકા ત્રીજના દિવસે માતા પાર્વતીને દૂધમાં કેસર મિક્સ કરી અભિષેક કરો. તેનાથી પતિ-પત્નીમાં પ્રેમ જળવાઇ રહે છે.


6. આ દિવસે પતિ-પત્નીએ સવારે ઊઠીને સ્નાન કરી કોઇ શિવ-પાર્વતીના મંદિરમાં જઈને લાલ ફૂલ અર્પિત કરવું.


7. હરિતાલિકા ત્રીજ પર પત્ની ચોખાની ખીર બનાવે અને તેનો માતા પાર્વતીને ભોગ ધરાવવો. ત્યારબાદ પતિ-પત્નીએ સાથે બેસીને આ ખીર ખાવી.

પતિ-પત્નીના બેડ પર કોઈ અન્ય વ્યક્તિ સૂવે તો વધે છે વિવાદ અને તણાવની સ્થિતિ, બચવા વાસ્તુની આવી જ 10 વાતો રાખવી ધ્યાનમાં

X
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ હરિતાલિકા તીજનું વ્રત કરવામાં આવે છેભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજ હરિતાલિકા તીજનું વ્રત કરવામાં આવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App