ગણેશજીનો એક દાંત કેવી રીતે તૂટ્યો હતો?

ગણેશજીના તૂટેલા દાંત પાછળ જોડાયેલી ચાર પૌરાણિક કથા

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:05 PM
ganesh chaturthi  What is the real reason behind Ganesha's broken tooth

ધર્મ ડેસ્ક: ગણેશજીની દરેક પ્રતિમામાં એક દાંત તૂટેલો હોય છે અને આ તૂટેલો દાંત તેના હાથમાં હોય છે. આજે અહીં વાત કરીશું ગણેજીના તૂટેલા દાંત પાછળ જોડાયેલી પૌરાણિક કથાઓની.


પૌરાણિક કથા 1: ભવિષ્ય પુરાણની કથા મુજબ ગણેજીએ નાનપણમાં પોતાના તોફાનથી કાર્તિકેયને પરેશાન કરી દીદા હતા. આ તોફાનને લઈને ગુસ્સેભરાયેલા કાર્તિકેયે ગણેજીના એક દાંતને તોડી નાખ્યો હતો. ગણેજીએ કાર્તિકેયની ફરિયાદ શિવજી પાસે કરી. શિવજીના કહેવાથી કાર્તિકેયે ગણેજીને દાંત તો પરત આપ્યો પણ શાપ પણ આપ્યો કે તેણે હંમેશા દાંત હાથમાં પકડીને રાખવો પડશે. જો દાંત અલગ થશે તો તે ભષ્મ થઈ જશે.


પૌરાણિક કથા 2: એક વખત પરશુરામ કૈલાશ ઉપર આવ્યા. આ સમયે ભગવાન ભોળાનાથ ધ્યાનમાં લીન હતા. આ સમયે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા અને તેણે પરશુરામને અટકાવ્યા. આના લીધે પરશુરામે ગણેશજીને યુદ્ધ માટે લલકાર્યા. બન્ને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં પરશુરામની ફરસીથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો.


પૌરાણિક કથા 3: બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસને મહાભારત લખવાનું કહ્યું. મહર્ષિએ ગણેશજીને લહિયા તરીકે સેવા આપવાની વિનંતી કરી. ગણેશજીએ એક શરત મૂકી કે મારું લખવાનું બંધ ન થવું જોઈએ, જો તમે બોલતા અટકી ગયા અને મારું લખવાનું બંધ થઈ ગયું તો હું લખવાનું છોડી દઈશ. સામે પક્ષે મહર્ષ વેદવ્યાસજીએ પણ શરત મૂકી કે મને પૂછ્યા વગર એક શબ્દ પણ ન લખવો. મહાભારત ઝડપથી લખવાની ઉતાવળમાં ગણેશજી પોતાનો એક દાંત તોડીને તેનાથી લખવા લાગ્યા. એવું પણ કહેવાય છે કે મહાભારત લખવાની ઉતાવળમાં તેનો દાંત તૂટી ગયો છે.


પૌરાણિક કથા 4: ગજમુખાસૂર અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું. ગજમુખાસૂરને એવું વરદાન પ્રાપ્ત હતું કે તે કોઈ અસ્ત્ર-શસ્ત્રથી મરશે નહીં. આથી ગણેશજીએ પોતાનો એક દાંત તોડી ને ગજમુખાસૂર ઉપર પ્રહાર કર્યો. ગજમુખાસૂર આ પ્રહારથી બચવા માટે ઉંદર બનીને ભાગવા લાગ્યો. ગણેશજીએ તેને બાંધીને પોતાનું વાહન બનાવી લીધો.

ગણેશજીનું વાહન ઉંદર શા માટે છે?

X
ganesh chaturthi  What is the real reason behind Ganesha's broken tooth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App