ગણેશજીના લગ્ન રિદ્ધી-સિદ્ધી સાથે કેવી રીતે થયા?

દેવતાઓના લગ્નોમાં ગણેશજીએ અવરોધ ઊભો કેમ કર્યો?

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:46 AM
ganesh chaturthi story of Lord Ganeshas marriage

ધર્મ ડેસ્ક: ગણેશજીના લગ્ન પાછળ જોડાયેલી છે પૌરાણિક કથા. બધા દેવતાઓના લગ્નની વાત સાંભળીને ગણેશજીને ઠેંસ પહોંચતી હતી. તેઓ મનમાં કહેતા હતા કે બધાના લગ્ન થાય છે મારા જ લગ્ન થતા નથી. આથી તેઓએ નક્કી કર્યું કે જો મારા લગ્ન નહીં થાય તો હું કોઈના પણ લગ્ન થવા નહીં દઉં. આમ તેમણે અન્ય દેવતાઓના લગ્નમાં વિધ્ન ઊભા કરવાની શરૂઆત કરી દીધી.


ગણેશજીના આ કામમાં તેમનું વાહન ઉંદર તેમની મદદ કરતું હતું. ગણેશજીના આદેશને માનીને ઉંદર વિવાહ મંડપને નષ્ટ કરી દેતો હતો. જેનાથી વિવાહ કાર્યમાં અવરોધ આવવા લાગ્યો. ગણેશજીના આ વ્યવહારથી બધા દેવતાઓ પરેશાન થઈ ગયા. શિવજી પાસે જઈને તેઓએ પોતાની મુંજવણને સંભળાવી. પરંતુ શિવજી પાસે આ સમસ્યાનું સમાધાન ન હતું. આથી તેમણે બધા દેવતાઓને બ્રહ્માજી પાસે જવાનું કહ્યું.


બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને પોતાની સમસ્યા કહીં. બ્રહ્માજીએ પોતાની યોગ સાધનાથી બે કન્યા રિદ્ધી અને સિદ્ધી પ્રગટ કરી, જે બન્ને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી. બ્રહ્માજી આ બન્ને માનસ પુત્રીઓને લઈ ગણેશજી પાસે જઈ કહ્યું કે તમારે આ બન્નેને શિક્ષા આપવાની છે. ગણેશજી શિક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે જ્યારે ઉંદર કોઈ દેવતાના લગ્નની વાત લઈને આવતો, ત્યારે રિદ્ધી અને સિદ્ધી કોઈને કોઈ વાત શરૂ કરી ગણેશજીનું ધ્યાન બીજે દોરી દેતી હતી. આ તરફ વિવાહ વિધ્ન વગર પૂર્ણ થવા લાગ્યા.


પરંતુ ગણેશજીને આ બધી વાત ત્યારે સમજાણી જ્યારે ઉંદર દેવતાઓના લગ્ન ધામધૂમથી થઈ રહ્યા હોવાની વાત કરી. હવે ગણેશજી ક્રોધિત થાય તે પહેલા બ્રહ્માજી તેની પાસે પહોંચી ગયા અને રિદ્ધી-સિદ્ધી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ગણેશજીનો ગુસ્સો શાંત પડી ગયો અને તેમણે આ લગ્નનો પ્રસ્તાવ સ્વિકારી લીધો. ગણેશજીના બે પુત્રોનું નામ લાભ અને શુભ છે.

ગણેશજીના લગ્ન રિદ્ધી-સિદ્ધી શાથે કેવી રીતે થયા?

X
ganesh chaturthi story of Lord Ganeshas marriage
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App