ગણેશનું સ્થાપન ક્યારે કરવું અને કઈ કઈ સામગ્રીની જરૂર પડે?

દેવામાંથી મૂક્તિ અને મંગળના દોષને દૂર કરવાનો આ શ્રેષ્ઠ સમય

divyabhaskar

divyabhaskar

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 09:02 AM
ganesh chaturthi sthapana and puja vidhi

ધર્મ ડેસ્ક: 13 સપ્ટેમ્બર ગુરુવાર એટલે કે ભાદરવા સુદ 4ના દિવસે વિધ્નહર્તા દેવ, દુંદાળા દેવનો તહેવાર ચાલું થશે.


આ દિવસે સ્નાનાદિથી પરવારી પીળા રંગના વસ્ત્ર પહેરી બાજોટ પર ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.


પૂજા સામગ્રીમાં લાલ રંગનું વસ્ત્ર, અબીલ, ગુલાલ, લાલ રંગના ફૂલ, સિંદૂર,દુર્વા, નાગરવેલના પાન, સોપારી, જનોઈ, ઋતુફળ, ગોળ, મોદક.


જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ ધૂપ-અગરબતી કરી ગણેશ સ્તોત્ર, નામાવલી વાંચવાથી શીધ્ર અટકેલા કાર્ય સંપન્ન થશે. લાંબા સમયથી દેવામાં સપડાયેલા વ્યક્તિએ આ સમયમાં અર્થવશીર્ષ પાઠનું પઠન કરવાથી સમસ્યા હલ થશે. યુવક-યુવતીની કુંડળીમાં મગળ દોષ આવતો હોય તેણે સંકટનાશક સ્તોત્રનું પઠન તેમજ ગણેશજીને દુર્વા ચડાવવાથી માંગલિક કાર્ય થાય છે.

ઘર અને ઓફિસમાં ગણપતિની સ્થાપના કરવાનો શુભ સમય:


ચોઘડિયા....... સમય


ચલ...............11.03થી 12.35
લાભ..............12.35થી 02.08
અમૃત...........02.08થી 03.38
શુભ.............. 06.24થી 07.32
અભિજિન મૂહર્ત- 12.11થી 12.59


કોઈ પણ નાનું-મોટું શુભ કાર્ય, માંગલિક કાર્ય કે યાત્રા પ્રવાસ કરતા પહેલા ગણેશનું પૂજન-અર્ચન, સ્થાપના કરવામાં આવે છે.

(માહિતી- જ્યોતિષાચાર્ય આશિષ રાવલ, પ્રદ્યુમન ભટ્ટ)

ગણેશ ચોથ વ્રત વિધિ: મહત્વ અને વ્રત કથા

X
ganesh chaturthi sthapana and puja vidhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App