13 સપ્ટેમ્બરે નાનકડી બાળકીની મદદથી બનાવો માટીના ગણેશ, વિઘ્નહર્તા દૂર કરશે તમારી તરેક મુશ્કેલીઓ

ચતુર્થી પર ગણેશજીને ચઢાવો 5 લાલ રંગનાં ફૂલ, દૂર થઈ શકે છે દરેક ઇચ્છા

Dharm Desk | Updated - Sep 11, 2018, 10:00 AM
આ ઉપાયથી શ્રીગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે
આ ઉપાયથી શ્રીગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે

ધર્મ ડેસ્ક: આ વખતે 13 સપ્ટેમ્બર, ગુરૂવારે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ઘરે-ઘરે પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર આ દિવસે માટીના ગણેશનો એક ઉપાય કરવાથી દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. ગણેસ વિસર્જનની સાથે જ બધી સમસ્યાઓ પણ દૂર થાય છે.

કઈ રીતે પૂજા કરવી માટીના ગણેશની

- ગણેશ ચતુર્થીની સવારે સ્નાન કરી નદીની સ્વચ્છ માટી લાવો અને કોઇ નાની બાળકી પાસે એ માટીને ગુંથાવો.
- ત્યારબાદ આ માટીમાંથી જાતે જ ગણપતિની મૂર્તિ બનાવો અને તેના પર શુદ્ધ ઘી અને સિંદૂરનો ચોલા ચઢાવો અને જનોઇ પણ ધારણ કરાવો.
- મૂર્તિ સામે પ્રાર્થના કરો કે, હે શ્રીગણેશ, તમે આ મૂર્તિમાં સ્થાપિત થાઓ. મૂર્તિને ધૂપ-દિવા અને પાંચ લાલ રંગનાં ફૂલ અર્પિત કરો.
- ત્યારબાદ પાંચ લાડુનો ભોગ ધરાવો. ગણેશ ઉત્સવ દરમિયાન રોજ સવાર-સાંજ માટીની પ્રતિમાની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરો.
- અનંત ચતુર્દશી પર આ મૂર્તિનું નદીમાં વિસર્જન કરો. આ ઉપાયથી શ્રીગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

તણાવ અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે ભગવાન શિવનો આ એક મંત્ર, કરો નિયમિત જાપ

X
આ ઉપાયથી શ્રીગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છેઆ ઉપાયથી શ્રીગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App