આંબાના પાનથી સજાવેલા ગણપતિથી મળે છે ધન-ધાન્ય, ઈચ્છા અનુસાર શણગાર કરવાથી પૂરી થશે ઇચ્છા

ગણપતિને શણગારો અલગ-અલગ પાનથી, પૂરી થઈ શકે છે ઈચ્છાઓ

divyabhaskar.com | Updated - Sep 15, 2018, 10:21 AM
ઘરમાં રાખેલ ગણપતિને મનોકામના અનુસાર શણઘારવાથી ફળ જલદી મળે છે
ઘરમાં રાખેલ ગણપતિને મનોકામના અનુસાર શણઘારવાથી ફળ જલદી મળે છે

ધર્મ ડેસ્ક: આમ તો ગણપતિની મૂર્તિ દરેક રૂપે શુભ જ ગણાય છે, પરંતુ ઘરમાં રાખેલ ગણપતિની મૂર્તિને 8 વસ્તુઓથી શણઘારવાથી વધારે લાભ અને ફાયદો મળી રહે છે. ઘરમાં રાખેલ ગણપતિને મનોકામના અનુસાર શણગારવાથી ફળ જલદી મળે છે.


1. આંબાના પાનમાંથી બનેલ કે સજાવેલ ગણાપતિની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી ઘરમાં ધન-ધાન્ય જળવાઇ રહે છે. આવક ક્યારેય ઘટતી નથી.

2. પીપળાના પાનમાંથી બનેલ કે સજાવેલ મૂર્તિ ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જીની સાથે-સાથે સુખ-સમૃદ્ધિ પણ વધે છે.


3. લીમડાના પાનમાંથી બનાવેલ કે સજાવેલ મૂર્તિ ઘરના મંદિરમાં રાખવાથી ઘરના સભ્યોમાં એકબીજા માટે પ્રેમ અને વિશ્વાસ વધે છે.


4. લીમડાના પાનના ગણપતિની મૂર્તિ ઘરના મુખ્ય દ્વારે લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.


5. ગાયના છાણમાંથી બનેલી કે છાણથી લીંપેલી જગ્યા પર ગણપતિની મૂર્તિ રાખવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.


6. રવિવારે ઘરમાં સફેદ ગણપતિની મૂર્તિ લાવી નિયમિત તેની પૂજા કરવાથી વ્યાપારનો વિકાસ થાય છે.


7. ક્રિસ્ટલમાંથી બનેલ કે સજાવેલ ગણપતિની મૂર્તિ ઘરના દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર કરે છે. ગણપતિની સાથે-સાથે ક્રિસ્ટલનાં લક્ષ્મીજી રાખવાથી ધન અને સૌભાગ્યમાં વધારો થાય છે.


8. હળદરમાંથી બનેલ ગણપતિની મૂર્તિ ખૂબજ શુભ ગણાય છે. તેને ઘરના હૉલ કે મંદિરમાં રાખવી જોઇએ.

સવારે ઊઠીને કરો ગણેશજીનું ધ્યાન પછી કરશો માતા પાર્વતીના મંત્ર જાપ તો આખો દિવસ મળશે ભાગ્યનો સાથ

X
ઘરમાં રાખેલ ગણપતિને મનોકામના અનુસાર શણઘારવાથી ફળ જલદી મળે છેઘરમાં રાખેલ ગણપતિને મનોકામના અનુસાર શણઘારવાથી ફળ જલદી મળે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App