તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 ઓક્ટોબરે છે સર્વપિતૃ મોક્ષ અમાસ, જો કોઈનું મૃત્યુની તિથિની ખબર ન હોય તો આ દિવસે કરી શકો છો શ્રાદ્ધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આ વર્ષે 8 ઓક્ટોબર, સોમવારે શ્રાદ્ધ પક્ષની અમાસ છે. તેને સર્વ પિતૃ મોક્ષ અમાસ કહે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ અમાસનું વિશેષ મહત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જો કોઈ પરિજનના મૃત્યુની તિથિ ખબર ન હોય તો આ દિવસે તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવું જોઈએ. આમ તો આપણા દેશમાં શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ માટે અનેક તીર્થ છે. પરંતુ તેમાં કેટલાક તીર્થ એવા છે જેનું વર્ણન ધર્મગ્રંથોમાં પણ પ્રાપ્ત થાય છે. આજે અમે શ્રાદ્ધ, પિંડદાન, અને તર્પણ માટે એવી જ પ્રસિદ્ધ 7 જગ્યા વિશે બતાવી રહ્યા છીએ-

 

1 લોહાગર(રાજસ્થાન)

 

હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષને એક તહેવારની જેમ માનવામાં આવે છે જેમાં આપણા પિતૃઓ ભોજન કરવા આપણાં ઘરે આવે છે અને તૃપ્તિનો અનુભવ કરીને આપણને આશીર્વાદ આપે છે. આમ તો પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે આપણા દેશમાં અનેક પ્રમુખ સ્થાન છે. શ્રાદ્ધ, પિંડદાન અને અસ્થિ વિસર્જનમાં માટે એક એવું જ પ્રમુખ સ્થાન છે લોહાગર.
 
અહીનું મુખ્ય તીર્થ પર્વતમાંથી નિકળતી સાત ધારાઓ છે. કહેવાય છે કે આ પર્વતની નીચે બ્રહ્મહૃદ છે. આ ધારાઓ તેમાંથી જ નિકળે છે. અહીંના પ્રધાન દેવતા સૂર્ય છે. સૂર્ય કુંડની આસપાસ 45 મંદિર છે. લોહાગરની પરિક્રમા ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિથી પૂનમ સુધી હોય છે.
 
કેવી રીતે પહોંચવુઃ-
 
પશ્ચિમ રેલવેની એક લાઈન રાજસ્થાનમાં સવાઈ માઘોપોરથી લાહારુ સુધી જાય છે. આ લાઈન ઉપર સીકર કે નવલગઢ સ્ટેશન પડે છે બસ અહીંથી લોહાગરનું નજીકમાં જ સ્ટેશન છે. અહીંથી તીર્થસ્થલ સુધી જવા આસાનીથી સાધનો મળી જાય છે.

 

2- ગયા, બિહાર
 
ગયા બિહારનું બીજા નંબરનું મોટું શહેર છે. બિહારની સીમાથી લગા ફલ્ગુ નદીના તટ પર સ્થિત છે. શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણની માટે આ સ્થાનને સર્વશ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે.
 
ગયામાં પિંડદાનથી પિતૃઓને અમર તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આ તીર્થનું વર્ણન રામાયણમાં પણ મળી આવે છે. ગયામાં પહેલાં વિવિધ નામોથી 360 વેદિઓ હતી, પરંતુ તેમાથી હવે માત્ર 48 જ હયાત છે. મોટાભાગે આ જ વેદીઓ પર વિષ્ણુપદ મંદિર, ફલ્ગુ નદીના કિનારે અક્ષયવટ પર પિંડદાન કરવું જરૂરી માનવામાં આવે છે.
 
કથા-
 
પ્રાચીન કાળમાં ગયાસુર નામનો એક શક્તિશાળી અસુર હતો. તેની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તેને દેવી-દેવતાઓથી પણ વધારે પવિત્ર થવાનું વરદાન આપી દીધું. આ વરદાનને કારણે પાણી પણ ગયાસુરને જોઇને અથવા તેને અડી લે તો પાણી પણ સ્વર્ગ બની જતું હતું. ત્યારે દેવતાઓએ કપટથી એક યજ્ઞના બહાને ગયાસુરનું સંપૂર્ણ શરીર જ માંગી લીધું.
 
ગયાસુર પોતાનું શરીર આપવા માટે ઉત્તરની તરફ પગ અને દક્ષિણની તરફ મુખ રાખીને સૂઇ ગયો. એવી માન્યતા છે કે, તેનું શરીર પાંચ કોસમાં ફેલાયેલું હતું. આ માટે જ તે પાંચ કોસની જમીનનું નામ ગયા પડી ગયું. ગયાસુરના પુણ્ય પ્રભાવથી જ તે સ્થાન તીર્થનાં સ્વરૂપમાં સ્થાપ્તિ થઇ ગયું.
 
કેવી રીતે પહોચવું.-
 
પૂર્વ રેલ્વે પર ગયા મુખ્ય સ્ટેશન છે. કલકત્તાથી ગયા થઇને દિલ્હી સુધી ટ્રેન જાય છે. પટનાથી પણ ગયા સુધી રેલ્વે લાઇન છે. ગયા રસ્તાના માર્ગથી પણ આજુબાજુનાં બધા જ મોટા નગરો સાથે જોડાયેલ છે.
 
3- પ્રયાગ, ઉત્તર પ્રદેશ
 
અહીં શ્રાદ્ધ કર્મ કરાવવાની માન્યતા ખૂબ જ જુની છે. પ્રયાગનું મુખ્ય કર્મ છે, મુંડન અને શ્રાદ્ધ. ત્રિવેણી સંગમની પાસે નિશ્ચિત સ્થાન પર મુડન થાય છે. અહીં વિધવા સ્ત્રીઓ પણ મુંડન કરાવે છે. પ્રયાગમાં શ્રાદ્ધકર્મ પ્રમુખ સ્વરૂપથી સંપન્ન કરાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે,
 
અહીંના ઘાટ પર હમેશાં જ શ્રાદ્ધ કર્મ થતા જોવા મળે છે. ત્રિવેણી તટ પર પાક્કું ઘાટ નથી. અહીં પંડિતો પોતાની ચોકી કિનારા પર લગાવીને બેસેલાં હોય છે. યાત્રી અહીં કિનારા પર વસ્ત્ર રાખીને જ સ્નાન કરે છે. પંડોના અલગ-અલગ ચિન્હો વાળા ધ્વજ ત્યાં લગાવવામાં આવ્યા છે જેનાથી યાત્રીઓ પોતાના પિંડદાન માટેનું સ્થાન સરળતાથી શોધી શકે છે.
 
કેવી રીતે પહોચવું-
 
પ્રયાગ જવા માટે ઈલ્હાબાદ, નૈની, પ્રયાગ, ફૂસી સ્ટેશનોમાંથી કોઇ પણ એક પર સુવિધાનુસાર ઉતરી શકાય છે. તેમાથી ઇલાહાબાદ સ્ટેશન જંક્શન છે. ઇલાહાબાદમાં ઉત્તર રેલ્વે અને મધ્ય રેલ્વેની લાઇનો જોવા મળે છે. અહીથી તીર્થ સ્થાને પહોંચવું ખૂબ જ સરળ છે. પ્રયાગથી બનારસ, લખનઉ, રીવા, મિર્ઝાપુર, જૌનપુરથી રસ્તાના માર્ગો ઉપલબ્ધ છે. આ માટે રસ્તાના માર્ગથી પણ પ્રયાગ આવી શકાય છે.
 
4- ગુજરાતનું પિંડરા
 
યાત્રી શ્રાદ્ધ કરીને આપેલ પિંડ સરોવરમાં નાંખે છે તે પિંડ સરોવરમાં ડૂબતા નથી તરે છે ભારત ભૂમિમાં જન્મ લેવો તે મોટા પુણ્યનું કામ છે. અહીં દેવતા પણ જન્મ લેવા તરસતા હોય છે. કહેવાય છે કે અહીં જન્મ લેનાર મોક્ષ પ્રાપ્ત કરી જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પણ મર્યા પછી ચોક્કસપણે વિધિ-વિધાનથી શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી હોય છે એટલાં માટે શ્રાદ્ધ કર્મ હંમેશા તીર્થોમાં જ સંપન્ન થાય છે. એવું જ એક તીર્થ છે- પિંડારા
 
-આ ક્ષેત્રનું પ્રાચીન નામ પિન્ડારક કે પિન્ડતારક છે. આ સ્થાન દ્વારકાથી લગભગ 30 કિ.મી. દૂર છે. અહીં કપાલમોચક મહાદેવ મોટેશ્વર મહાદેવ અને બ્રહ્માજીનું મંદિર છે.
 
શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુની બેઠક છે. કહેવાય છે કે અહીં મહર્ષિ દુર્વાસાનું આશ્રમ હતું. મહાભારત યુદ્ધ પછી પાંડવો બધા તીર્થોમાં પોતાના મૃત બાંધવોના શ્રાદ્ધ કરવા આવ્યા હતા. અહીં તેમને લોખંડનું એક પિંડ બનાવ્યું અને જ્યારે તે પિંડ પણ જળ ઉપર તરી ગયું ત્યારે આ વાતનો વિશ્વાસ થયો કે તેમના બંધુ-બાંધવો મુક્ત થઈ ગયા હતા. કહેવાય છે કે દુર્વાસાના વરદાનથી આ તીર્થમાં પિંડ તરતા રહે છે.
 
કેવી રીતે પહોંચવું-
 
-દ્વારાકા-જામનગર રેલવે લાઈન ઉપર જામનગરથી 70 કિ.મી. દૂર ભોપાલ સ્ટેશન છે. અહીંથી પિંડારા 15 કિ.મી. દૂર છે. અવવા-જવા માટે મોટા પ્રમાણમાં બસો મળી રહે છે.

 

5- મેઘંકર, મહારાષ્ટ્ર
 
આ સ્થાનમાં સૌથી પહેલું નામ છે મેહકર, તેને મેઘંકર પણ કહેવામાં આવે છે. મેઘંકર તીર્થ સાક્ષાત ભગવાન જનાર્દનનું સ્વરૂપ છે. તેમની મેખલામાં શાડ્રગધનુષ ધારણ કરેલા વિષ્ણુ અવસ્થિત છે. આ સ્થાન પૈનગંગા નદીના તટ ઉપર સ્થિત છે.
 
કહેવાય છે કે સૃષ્ટિના આદિમાં બ્રહ્માજીના યજ્ઞમાં પ્રણીતાપાત્રથી આ નદીની ઉત્પતિ થઈ હતી. આ નદી અહીં પશ્ચિમવાહીની હોવાને લીધે અને પુણ્યપદ માનવામાં આવી છે.
 
નદીના તટ પાસે ભગવાન વિષ્ણુનું જૂનું મંદિર છે. તેનો સભામંડપ વિશાળ અને કલાપૂર્ણ છે. ભગવાનની મૂર્તિ 11 ફૂટની શાલીગ્રામ શિલાથી બનેલી છે. ભગવાનની પાસે જ શ્રીદેવી, ભૂદેવી અને જય-વિજયની મૂર્તિઓ છે. કલાની દ્રષ્ટિએ આ ખૂબ જ સુંદર મૂર્તિઓ છે. અહીં માર્ગશીર્ષ શુક્લ પંચમીથી પૂનમ સુધી મેળો લાગે છે.
 
કેવી રીતે પહોંચશોઃ-
 
-મેઘંકર મહારાષ્ટ્રના ઔધોગિક શહેર ખામગાંવથી 75 કિ.મી. દૂર છે. ખામગાંવ સ્ટેશનથી અહીં જવા માટે અનેક બસોની સુવિધા ઉપલબ્ધ છે.

 

6- બ્રહ્મકપાલ, ઉત્તરાખંડ
 
બ્રહ્મકપાલ શ્રાદ્ધ કર્મની માટે પવિત્ર તીર્થ છે. આ સ્થાન બદ્રીનાથ ધામની પાસે જ સ્થિત છે. આ તીર્થની પાસે જ અલકાનંદા નદી વહે છે. અહીં એવું પણ માનવામાં આવે છે કે, પાંડવોએ પણ અહીં પોતાના પરિજનોની આત્માની શાંતિ માટે પિંડદાન કર્યું હતું.
 
કેવી રીતે પહોચવું-
 
બહ્મકપાલ તીર્થ હિન્દુ ધર્મના પ્રમુખ વૈષ્ણવ તીર્થ અને ચાર ધામોમાંથી એક બદ્રીનાથની પાસે સ્થિત છે. હરિદ્વાર, દિલ્હી, બનારસ, ગોરખપુર વગેરે જગ્યાઓથી બદ્રીનાથની માટે સરળતાથી બસ મળી રહે છે.
 
7- લક્ષ્મણબાણ, કર્નાટક
 
સીતાહરણ પછી શ્રીરામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર રોકાયા હતા. વર્ષા ઋતુના ચાર મહિના બંન્નેએ અહી સાથે જ વિતાવ્યા હતા. આ પર્વતના એક ભાગનું નાં પ્રવર્ષણગિરિ છે. અહીના મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. અહીં મંદિર એક શિલામાં ગુફા બનાવીને બનાવવામાં આવ્યું છે. આ ગુફામાં સપ્તર્ષિઓની મૂર્તિઓ પણ છે.
 
મંદિરની પાસે જ રામકચહરી નામનું એક સુંદર મંડપ છે. મંદિરના પાછલા ભાગમાં જ લક્ષ્મણ કુંડ નામનું સ્થાન છે, જે અહીંનું મુખ્ય સ્થાન છે. આ લક્ષ્મણજીએ બાણ મારીને પ્રગટ કર્યું હતું અને શ્રીરામે પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. મંદિરના પૂર્વ ભાગમાં બે નાના મંડપો બનેલા છે. એકને રામ ઝરુખો અને બીજાને લક્ષ્મણ ઝરૂખો કહેવામાં આવે છે. અહી પાસે જ સુગ્રીવનું મધુવન નામનો બગીચો છે જેનું વર્ણન રામયણમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે.
 
કેવી રીતે પહોંચવું-
 
વિજયનગર રાજ્યની જુની રાજધાની હમ્પી ઘણું પ્રસિદ્ધ શહેર છે. અહીંનું મુખ્ય મંદિર વિરૂપાક્ષ છે. માલ્યવાન પર્વત અહીથી 6 કિલોમીટર દૂર છે. અહીં આવવા માટે સાધનો સરતાની મળી રહે છે.
 
8- સિદ્ધનાથ
 
શ્રાદ્ધ, આમ તો દરેક વ્યક્તિના જીવનના કાળ-ચક્રથી મુક્ત કરી દે છે. પણ સિદ્ધ યોગીઓમાં તેને લઈને મોટી કામનાઓ હોય છે. એક એવું પણ સ્થાન છે જ્યાં માત્ર સિદ્ધ યોગીઓને જ શ્રાદ્ધ નસીબ થાય છે. આ સ્થાન છે ઉજ્જૈનમાં સ્થિત સિદ્ધનાથ.
 
શિપ્રા નદીના વિશાળ રમણીય તટ ઉપર એક પવિત્ર વટ વક્ષ છે તેને જ સિદ્ધવટ કહેવામાં આવે છે. કહેવાય છે કે તેને માતા પાર્વતીએ પોતાના હાથેથી લગાવ્યું હતું. આ ઘાટને સિદ્ધનાથ ઘાટ કહે છે. દર ચતુર્દશી અને વૈશાખ મહિનામાં અહીં વિશેષ યાત્રા થાય છે. અહીં એકવાર જેનું શ્રાદ્ધ થઈ જાય તો તેની પૂરી વંશાવલી-વંશવેલો સુખી થઈ જાય છે.
 
કેવી રીતે પહોંચશોઃ-
 
-ભોપાલ-અમદાવાદ રેલવે લાઈન ઉપર સ્થિત ઉજ્જૈન એક પવિત્ર ધાર્મિક નગરી છે. અહીં દરેક ગાડી રોકાય છે. મધ્ય પ્રદેશની વ્યાવસાયિક રાજઘાની ઈન્દોરથી ઉજ્જૈન માત્ર 55 કિ.મી. દૂર છે. મધ્ય પ્રદેશના બધા મુખ્ય શહેરોથી ઉજ્જૈન જવા માટે આસાનીથી બસો મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...