અગ્નિને દેવતાઓનું મુખ માનવામાં આવે છે, તેમની તરફ પગ કરવા અથવા સૂવું બની શકે છે મુશ્કેલીઓનું કારણ

દુર્ભાગ્યથી બચવા આ 8 તરફ ભૂલથી પણ ન કરતા પગ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 07:04 PM
Kurmapurana, Religion, Hindu Religion, Religion Book

ધર્મ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં બાળકોને શરૂઆતથી જ શિષ્ટાચાર સંબંધી વાતો શીખવવામાં આવે છે. તેમાં એવું પણ શીખવવામાં આવે છે કે દેવતા, ગુરુ, અગ્નિ વગેરે તરફ પગ કરીને ન બેસવું જોઈએ. તેનાથી સંબંધિત વાતો કૂર્મ પુરાણમાં પણ જણાવવામાં આવી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ક્યા 8 તરફ પગ કરવાથી ગરીબી અને દુર્ભાગ્ય ક્યારેય સાથ નથી છોડતો.

શ્લોક
नाभिप्रसारयेद् देवं ब्राह्मणान् गामथापि वा।
वाय्वग्निगुरुविप्रान् वा सूर्यं वा शशिनं प्रति।।

અર્થઃ- દેવતા, બ્રાહ્મણ, ગાય, અગ્નિ, ગુરુ, વિપ્ર, સૂર્ય તથા ચંદ્રની તરફ પગ ન કરવા જોઈએ.

દેવતા
દેવતા કાયમ પૂજનીય હોય છે, જાણી-જોઈને તેમના મંદિર તરફ પગ ન કરવા જોઈએ. તેનાથી તેમનું અપમાન થાય છે.

બ્રાહ્મણ
ઋગ્વેદ મુજબ, બ્રાહ્મણોની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મુખમાંથી થઈ છે. એટલે તેમની તરફ પણ પગ ન કરવા જોઈએ.

ગાય
ગ્રંથો મુજબ, ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એટલે ગાયની તરફ પણ પગ ન કરવા જોઈએ.

અગ્નિ
અગ્નિને દેવતાઓનું મુખ કહેવામાં આવે છે. એટલે જે સ્થાન પર અગ્નિ પ્રગટાવી હોય. ત્યાં પગ ન ફેલાવવા જોઈએ.

ગુરુ
ગુરુ સમાજને સાચી દિશા દર્શાવે છે. એટલે જ્યાં ગુરુ બેઠાં હોય, તે દિશામાં પગ ફેલાવીને ન બેસવું જોઈએ.

વિપ્ર
ગ્રંથો મુજબ, વેદોનો અભ્યાસ કરનાર બ્રાહ્મણ બાળકને વિપ્ર કહેવામાં આવે છે. તેમની તરફ પણ પગ ન કરવા જોઈએ.

સૂર્ય
સૂર્ય પંચદેવતાઓમાંથી એક છે. પૂજા-પાઠ વગેરેમાં સૂર્યની પૂજા પણ કરવામાં આવે છે એટલે સૂર્યની તરફ પગ ન કરવા જોઈએ.

ચંદ્ર
ચંદ્રને વનસ્પતિઓના સ્વામી કહેવામાં આવે છે. તેમને પ્રત્યક્ષ દેવતા પણ કહેવામાં આવે છે એટલે ચંદ્રની તરફ પણ પગ ન કરવા જોઈએ.

આ પણ વાંચોઃ- મેલા કપડાં અને સ્નાન કર્યા વિના ન કરવી જોઈએ હનુમાનજીની પૂજા, ધ્યાન રાખો હનુમાનજીની પૂજા સાથે જોડાયેલી આવી જ 8 વાતો

X
Kurmapurana, Religion, Hindu Religion, Religion Book
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App