શુક્રાચાર્ય હતા દૈત્યોના ગુરુ અને મહાન નીતિકાર, આજે પણ કામ આવી શકે છે તેમની જણાવેલી નીતિઓ, પોતાની ઉંમર અને રૂપિયા વિશે કોઈને ન જણાવવી જોઈએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને માનવામાં આવે છે. એવી જ રીતે દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને માનવામાં આવે છે. બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બંને જ આપણી કુંડળીમાં ગુરૂ અને શુક્ર ગ્રહના પ્રતિનિધિ છે. શુક્રાચાર્ય, ભૃગુ ઋષિના પુત્ર હતા. તેમણે અંગિરસ નામના ઋષિને ગુરૂ બનાવ્યા, પરંતુ અંગિરસ તેમની જગ્યાએ પોતાના પુત્ર ઉપર વધુ ધ્યાન આપતા હતા. ત્યારે તે અંગિરસને છોડીને ભગવાન શિવની પાસે શિક્ષા લેવા ગયા. ભગવાન શિવે તેમને શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની શિક્ષા આપી. સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓએ છલથી અમૃત પી લીધું હતું ત્યારે ભગવાન શિવે શુક્રાચાર્યને મૃત સંજીવની વિદ્યાની શિક્ષા આપી.

 

શુક્રાચાર્ય મહાન જ્ઞાનીની સાથે-સાથે એક સારા નીતિકાર પણ હતા. તેમને અનેક શાસ્ત્રોની પણ રચના કરી હતી. શુક્રાચાર્યની કહેલી નીતિઓ આજે પણ ખૂબ મહત્વ ધરાવે છે. શુક્રનીતિના એક શ્લોકમાં 9 એવી વાતો જણાવવામાં આવી છે, જેને દરેક સ્થિતિમાં છુપાવીને રાખવી જોઈએ. જો મનુષ્ય પોતાની સાથે જોડાયેલી આ 9 વાતો કોઈને કહી દે તો તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

 

જાણો કઈ છે આ 9 વાતો
आयुर्वित्तं गृहच्छिद्रं मंत्रमैथुनभेषजम्।
दानमानापमानं च नवैतानि सुगोपयेतू।।

 

અર્થઃ- આયુ, ધન, ઘરના રાજ, ગુરૂમંત્ર, મૈથુન, દાન, માન, અપમાન અને વૈદ્ય આ 9 વાતોને કાયમ ગુપ્ત રાખવી જોઈએ.

 

1. માન
ઘણા લોકોને પોતાના માન-સન્માનનો દેખાવો કરવાની આદત હોય છે. આ આદત કોઈ પણ મનુષ્ય માટે સારી નથી. માન-સન્માનનો દેખાવો કરવાથી લોકોની નજરમાં તમારા પ્રત્યે નફરતનો ભાવ આવી શકે છે. સાથે જ આ આદતના કારણે તમારા સગા-સંબંધીઓ પણ તમારેથી અંતર બનાવી શકે છે.

 

2. અપમાન
જો કોઈ મનુષ્યને ક્યારેય અપમાનનો સામનો કરવો પડે તો તેણે આ વાત બધાથી ગુપ્ત જ રાખવી જોઈએ. આ વાત બીજાને જણાવવી તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. બીજાને જાણ થવાથી તે પણ તમારું સન્માન છોડી દેશે અને તમે હંસીના પાત્ર પણ બની શકો છો.

 

3. મંત્ર
ઘણા લોકો ભગવાનની કૃપા મેળવવા માટે રોજ પૂજા-પાઠ કરે છે. એવામાં તમે જે મંત્રોના જાપ કરો છો, તે વાત કોઈને પણ ન જણાવવી જોઈએ. કહેવાય છે કે જે મનુષ્ય પૂજા-પાઠ અને મંત્ર ગુપ્ત રાખે છે, તેને જ પોતાના પુણ્ય કર્મોનું ફળ મળે છે.

 

4. ધન
રૂપિયાથી જીવનમાં અનેક સુખ-સુવિધાઓ મેળવી શકાય છે, પરંતુ ઘણી વખત આ રૂપિયા તમારા માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે. તમારા રૂપિયાની જવાબદારી જેટલા ઓછા લોકોને હશે, એટલું જ સારું માનવામાં આવે છે. અન્યથા અનેક લોકો તમારા ધનની લાલચમાં તમારેથી ઓળખાણ વધાર્યા પછી તમને નુકસાન પહોંચાડી શકે છે.

 

5. ઉંમર
એવું કહેવામાં આવે છે કે મનુષ્યે પોતાની ઉંમર દરેકની સામે ન જણાવવી જોઈએ. ઉંમર જેટલી ગુપ્ત રાખવામાં આવે, એટલું જ સારું માનવામાં આવે છે. તમારી ઉંમર જાણ્યાં પછી તમારા વિરોધી આ વાતોનો ઉપયોગ સમય આવવા પર તમારા વિરુદ્ધ પણ કરી શકે છે.

 

6. ઘરના રાજ
ઘણા લોકો ઘરથી પીડિત હોય છે, જેના કારણે તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં પોતાના ઘરના રાજ કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવા તમારા માટે નવી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ઘરની શાંતિ માટે કરવામાં આવતા ઉપાયોનું વર્ણન જો કોઈ વ્યક્તિને કરવામાં આવે તો તેનું ફળ મળતું નથી.

 

7. ઔષધ
ઔષધનો અર્થ હોય છે ડોક્ટર. ડોક્ટર એવી વ્યક્તિ હોય છે, જે તમારા વિશે અનેક અંગત વાતો જાણે છે. એવામાં તમારા દુશ્મન અથવા તમારેથી ઈર્ષ્યા કરતા લોકો ડોક્ટરની મદદથી તમારા માટે પરેશાની અથવા સમાજમાં શર્મિંદગીનું કારણ બની શકે છે. એટલે સારું એ જ રહેશે કે તમારા ડોક્ટરની માહિતી બધાથી ગુપ્ત રાખો.

 

8. મૈથુન એટલે કામક્રિયા
કામક્રિયા પતિ અને પત્નીની વચ્ચેની અત્યંત ગુપ્ત વાતોમાંથી એક હોય છે. આ વાતને જેટલી ગુપ્ત રાખવામાં આવે એટલું સારું છે. પતિ-પત્નીની અંગત વાતો કોઈ ત્રીજી વ્યક્તિને જાણ થવી, તેના માટે પરેશાની અને ઘણી વખત શરમનું પણ કારણ બની શકે છે.

 

9. દાન
દાન એક એવું પુણ્ય કર્મ છે, જેને ગુપ્ત રાખવા પર જ તેનું ફળ મળે છે. જે મનુષ્ય બીજાની પ્રશંસા મેળવવા માટે અથવા લોકો વચ્ચે પોતાની મહાનતા સાબિત કરવા માટે પોતાના દ્વારા કરેલા દાનનો દેખાવો કરે છે તો તેનું પુણ્ય કર્મ નષ્ટ થઈ જાય છે.