ધર્મ ડેસ્કઃ ભાગ્ય અને દુર્ભાગ્યની વાતો તો કાયમ થતી રહે છે. ભાગ્ય એટલે સુખ-સમૃદ્ધિ અને શ્રેષ્ઠ જીવન. દુર્ભાગ્ય એટલે દુઃખ અને પરેશાનીઓ. કોઈ વ્યક્તિની સાથે ભાગ્ય છે કે દુર્ભાગ્ય એ તો વર્તમાન પરિસ્થિતિઓને જોઈને જ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા ત્રણ એવી પરિસ્થિતિ જણાવવામાં આવી છે જે કોઈ પણ પુરૂષના દુર્ભાગ્યની તરફ ઈશારો કરે છે. અહીં જાણો આ ત્રણ પરિસ્થિતિઓ કઈ-કઈ છે.
ચાણક્ય નીતિનો શ્લોક
वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।
આ નીતિમાં પહેલી વાત ચાણક્ય કહે છે કે કોઈ વૃદ્ધની પત્નીની મૃત્યુ સૌથી મોટા દુર્ભાગ્યની વાત છે. જો જુવાનીમાં જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા લગ્ન પણ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં આ શક્ય નથી થઈ શકતું. વૃદ્ધાવસ્થામાં જીવનસાથીનો સાથ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ સમયમાં એકલતાથી નિરાશા અને માનસિક તણાવ વધે છે.
બીજી વાત
જો આપણાં રૂપિયા કોઈ શત્રુ અથવા ખરાબ સ્વભાવ ધરાવતી વ્યક્તિના હાથમાં ચાલ્યું જાય તો આ દુર્ભાગ્યની વાત છે. વ્યક્તિનું ખુદનું કમાયેલું ધન શત્રુ પાસે જતું રહે તો ડબલ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એક તો ધનહાનિ થાય છે અને બીજી તરફ શત્રુ આપણાં જ ધનનો ઉપયોગ આપણાં વિરુદ્ધ કરશે.
ત્રીજી વાત
કોઈ વ્યક્તિનું પારકાં ધન પર અથવા ગુલામ બનીને રહેવું ત્રીજી દુર્ભાગ્યની વાત છે. પારકાં ધન પર આશ્રિત વ્યક્તિએ પોતાની ઈચ્છાથી કોઈ કામ કરવા માટે બીજાની પરવાનગી લેવી પડે છે. ગુલામ બનીને અથવા પારકાં ઘરમાં રહેતા પુરૂષની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવાઈ જાય છે. આવું જીવન ભયંકર કષ્ટ આપે છે.
ચાણક્યની ખાસ વાતો
પ્રાચીન સમયમાં આચાર્ય ચાણક્ય તક્ષશિલાના ગુરૂકુલમાં અર્થશાસ્ત્રના આચાર્ય હતા. ચાણક્યની રાજકારણમાં સારી પકડ હતી. તેમના પિતાનું નામ આચાર્ય ચણીક હતું, તેના કારણે તેમને ચણી પુત્ર ચાણક્ય પણ કહેવામાં આવે છે. પહેલી વખત કૂટનીતિનો ઉપયોગ આચાર્ય ચાણક્ય દ્વારા જ કરવામાં આવ્યો હતો.
કૂટનીતિજ્ઞ છે ચાણક્ય
તેમણે પોતાની કૂટનીતિના બળ પર સમ્રાટ સિકંદરને ભારત મૂકીને જવા માટે મજબૂર કરી દીધો. આ સિવાય કૂટનીતિથી જ તેમણે ચંદ્રગુપ્ત જેવા સામાન્ય બાળકને અખંડ ભારતનો સમ્રાટ પણ બનાવ્યો. આચાર્ય ચાણક્ય દ્વારા શ્રેષ્ઠ જીવન માટે ચાણક્ય નીતિ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાં આપેલી તમામ નીતિઓનું પાલન કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.