જોબ કે બિઝનેસમાં સફળતા મેળવવા સિંહ જેવું બનવું જોઈએ, આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં બતાવી છે શ્યોર સફળતાની ટિપ્સ

If you want success in business then Follows this Chanakya Rules
Dharm Desk

Dharm Desk

Sep 14, 2018, 03:21 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં સફળતા માટે અનેક સૂત્ર બતાવ્યા છે. જે આજના સમયમાં પણ નોકરી અને બિઝનેસમાં તો સફળતા આપે જ છે. સાથે જ અન્ય મામલાઓમાં પણ કામ આવે છે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રના ચોતા અધ્યાયના અઠારમા શ્લોકમાં સફળતાના સૂત્ર બતાવ્યા છે. તે સિવાય એક બીજા સૂત્ર છઠ્ઠા અધ્યાયમાં સોળમા શ્લોકમાં બતાવ્યા છે. આચાર્ય ચાણક્યના બતાવ્યા પ્રમાણે કોઈ કામના શરૂઆતમાં કેટલાક વાતો ધ્યાન રાખવામાં આવે તો સફળતા મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.તમારી સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે તમારો પ્રયત્ન કેવો છે? લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે કયા પ્રકારનું કામ કરી રહ્યા છો? જીવનમાં દરેક પગલે સફળતા ઈચ્છતા હોવ તો આચાર્ય ચાણક્યની આ નીતિઓ જરૂર અપનાવો.

આચાર્ય ચાણક્ય કહે છે-

प्रभूतं कार्यमल्पं वा यन्नरः कर्तुमिच्छति ।
सर्वारम्भेण तत्कार्यं सिंहादेकं प्रचक्षते ॥१६॥

અર્થ-


જો કોઈ વ્યક્તિને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવું હોય તો તેને દરેક પ્રકારે અને પૂરી શક્તિની સાથે લગનથી કામ કરવું જોઈએ. એવી રીતે જે પ્રકારે કોઈ સિંહ પોતાનો શિકાર કરતો હોય. આચાર્ય ચાણક્ય કહે છે કે આપણે જે પણ કામ કરીએ છીએ તે પૂરી શક્તિની સાથે કરવું જોઈએ. કામગમે એટલું નાનું હોય કે મોટું આપણે પૂરી શક્તિ લગાવીને જ કરવું જોઈએ. ત્યારે આપણા સફળતા પાક્કી થાય છે.

જે પ્રકારે કોઈ સિંહ પોતાનો શિકાર પૂરી શક્તિથી ઝપટે છે અને શિકારને ભાગવાનો મોકો નથી આપતો, આ ગુણને લીધે જ તે ક્યારેય નિષ્ફળ થતો નથી. આપણે સિંહની જેમાં જ પોતાના લક્ષ્ય પર ઝપટ મારવી જોઈએ અને આગળ વધવું જોઈએ. કાર્યમાં કોઈ પ્રકારની કચાશ રહેશે તો સફળતા દૂર થઈ જશે. સફળતા પ્રાપ્ત કરવા માટે એ આ અચૂક ઉપાય બતાવ્યો છે.

X
If you want success in business then Follows this Chanakya Rules
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી