ચાણક્ય નીતિઃ રાજા, વિદ્વાન અને બ્રાહ્મણ જેટલી જ સમાન તાકતવર છે મહિલાઓ, પોતાની ઈચ્છા મુજબ કરાવી શકે છે કોઈ પણ કામ

Divyabhaskar.com

Sep 08, 2018, 02:27 PM IST
Self Realization: Chanakya and his views about women

ધર્મ ડેસ્કઃ આચાર્ય ચાણક્યે સ્ત્રીઓની સાથે રાજા અને વિદ્વાન બ્રાહ્મણની તાકત વિશે જણાવ્યું છે. તેમણે નીતિ શાસ્ત્રના સાતમા અધ્યાયના અગ્યારસમા શ્લોકમાં સ્ત્રીઓને તાકતવર ગણાવી છે. તેમના મુજબ સ્ત્રીઓ પોતાની ઈચ્છા મુજબ કંઈ પણ કરી શકે છે અને તે ઈચ્છે એ બીજા પાસે કરાવી શકે છે. આ સિવાય આચાર્ય ચાણક્યે રાજાની તાકત વિશે જણાવતાં કહ્યું છે કે તે સૌથી વધુ તાકતવર હોય છે. તેમજ આચાર્ય ચાણક્યે બ્રાહ્મણને પણ તાકતવર માનતા તેની તાકત વિશે જણાવ્યું છે.

નીતિશાસ્ત્રનો શ્લોક
बाहुवीर्य बलं राज्ञो ब्रह्मवित् बली ।
रूप-यौवन-माधुर्य स्त्रीणां बलमनुत्तमम्

અર્થઃ- આચાર્ય ચાણક્ય મુજબ કોઈ પણ રાજાની તાકત તેનો બાહુબળ હોય છે. આજના સમયમાં તેની આજુબાજુ અને સાથેના લોકો તથા સૈનિક તેની તાકત હોય છે. જેમના બળ પર કોઈ પણ રાજા પોતાની જનતા અને શત્રુઓને પોતાના વશમાં કરી શકે છે. તેના પછી ચાણક્યે બ્રાહ્મણની તાકત વિશે સમજાવતા કહ્યું છે કે તેનું બળ તેની વિદ્યા છે. એટલે કે જે બ્રાહ્મણ નીતિશાસ્ત્ર, વેદ, પુરાણ અને અન્ય ગ્રંથોના જાણકાર હોય છે, તે પોતાની વિદ્યાથી કોઈને પણ પોતાના વશમાં કરી શકે છે. એટલે પોતાના શત્રુઓથી પણ જે ઈચ્છે તે કરાવી શકે છે. બ્રાહ્મણ પોતાવી વિદ્યાનો ઉપયોગથી શત્રુઓનો દંડ પણ આપી શકે છે. તેના પછી આચાર્યે આ બંને વર્ગો સમાન સ્ત્રીઓને પણ તાકતવર માની છે. ચાણક્ય મુજબ સ્ત્રીઓની તાકત તેમની સુંદરતા અને મધુરતા છે. એટલે સ્ત્રીઓ પોતાના સૌન્દર્ય, સારા સ્વભાવ અને મીઠી વાણીથી કોઈને પણ પોતાના વશમાં કરી શકે છે અને પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ કામ કરાવી શકે છે.

આ પણ વાંચોઃ- ઘરના મંદિર અથવા કિચનમાં ન લગાવવું જોઈએ વિંડ ચાઇમ, પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર કરે છે અસર

X
Self Realization: Chanakya and his views about women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી