ધર્મ ડેસ્ક: કોઇપણ વ્યક્તિને પરખવા માટે આચાર્ય ચાણક્યે એક નીતિ બનાવી છે. જો આ નીતિમાં જણાવેલ વાતોના આધારે વ્યક્તિને પરખવામાં આવે તો વ્યક્તિ અંગે યોગ્ય જાણકારી મેળવી શકાય છે. આચાર્યએ ચાણાક્ય નીતિના પાંચમા અધ્યાયના બીજા શ્લોકમાં જણાવ્યું છે કે, આપણે કોઇને કેવી રીતે ઓળખી શકીએ છીએ. આચાર્ય જણાવે છે....
यथा चतुर्भि: कनकं परीक्ष्यते निघर्षणं छेदनतापताडनै:।
तथा चतुर्भि: पुरुषं परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।
આ શ્લોકમાં ચાણાક્ય જણાવે છે કે, સોનાને પરખવા માટે ચાર કામ કરવામાં આવે છે. આ ચાર કામ છે. સોનાને ઘસવું, કાપીને જોવું, આગમાં તપાવવું અને સોનાને ટીપીને તેની ઓળખ કરવામાં આવે છે. આ ચાર કામ કરવાથી શુદ્ધ સોનાની પરખ કરી શકાય છે. જો સોનામાં ભેળસેળ હશે તો આ ચાર કામ દરમિયાન ખબર પડી જાય છે. આ જ રીતે કોઇ વ્યક્તિને પરખવા માટે પણ ચાર વાતો ધ્યાનમાં રાખવી જોઇએ. જાણો આ ચાર વાતો કઈ-કઈ છે....
1. ત્યાગની ભાવના જોવી જોઇએ
કોઇપણા વ્યક્તિને પરખવા માટે સૌથી પહેલાં તેની ત્યાગની ભાવના ચકાસવી જોઇએ. જો કોઇ વ્યક્તિ બીજાંના સુખ માટે પોતાન સુખનો ત્યાગ કરે છે, તે ખૂબજ સારો માણસ હોય છે. જે લોકોમાં ત્યાગની ભાવના નથી હોતી, તેઓ ક્યારેય સારા માણસ નથી બની શકતા. ત્યાગની ભાવના વગર વ્યક્તિ ક્યારેય કોઇનું ભલું નથી કરી શકતો.
2. ચરિત્ર જોવું જોઇએ
વ્યક્તિને પરખવાની પ્રક્રિયામાં બીજી વાત તેનું ચારિત્ર હોવું જોઇએ. જે લોકોનું ચરિત્ર ડાઘ વગરનું હોય એટલે કે, જે લોકો ખરાબ આદતોથી દૂર જ હોય, બીજાં પ્રત્યે ખરાબ લાગણી મનમાં રાખતા ન હોય, તેઓ શ્રેષ્ઠ હોય છે. જો કોઇ વ્યક્તિનું ચરિત્ર દૂષિત હોય તો, તેનાથી દૂર જ રહેવું હોઇએ.
3. ગુણ જોવા
પરખવની પ્રક્રિયામાં ત્રીજી વાત છે, વ્યક્તિના ગુણ જોવા. સામાન્યરીતે બધા જ લોકોમાં કોઇને કોઇ ગુણ અને અવગુણ હોય જ છે, પરંતુ જે લોકોમાં વધારે અવગુણા હોય છે, તેમનાથી દૂર રહેવું જોઇએ. અવગુણ એટલે ગુસ્સો કરવો, વાતે-વાતે ખોટું બોલવું, બીજાંનું અપમાન કરવું, અહંકાર કરવો વગેરે. જે લોકોમાં આવા અવગુણ હોય છે, તેઓ સારા માણસ નથી ગણાતા.
4. કર્મ જોવું જોઇએ
અંતિમ વાત એ છે કે, કોઇપણ વ્યક્તિનાં કર્મ જોવાં જોઇએ. જો કોઇ વ્યક્તિ ખોટી રીતે ધન કમાય છે, અધાર્મિક કામ કરે છે, તો તેનાથી દૂર જ રહેવું જોઇએ. ખોટાં કામ કરતા લોકો પોતાની આસપાસના લોકો પર પણ ખરાબ અસર કરે છે. સાથે-સાથે આવા લોકોની મિત્રતાથી આપણે કારણ વગર ફસાઇ પણ શકીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.