Bhishma Jayanti 2019, mahabharata war / ભીષ્મ પિતામહ જયંતી આજેઃ મહાભારત યુદ્ધના 16 વર્ષ પછી એક રાત માટે ફરીથી જીવિત થયા હતા ભીષ્મ સહિત દુર્યોધન, કર્ણ તથા અન્ય યોદ્ધા

Bhishma Jayanti 2019, mahabharata, mahabharata war, mahabharata story, mahabharata characters, interesting fact of mahabharat.

Divyabhaskar.com

Jan 29, 2019, 01:45 PM IST

ધર્મ ડેસ્કઃ- આજે (29 જાન્યુઆરી, મંગળવાર) ભીષ્મ પિતામહની જયંતી છે. આ પ્રસંગે અમે તમને મહાભારત સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ. આ વાત તો બધા જાણે છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોએ ભીષ્મ, દ્રોણાચાર્ય, દુર્યોધન, કર્ણ વગેરે યોદ્ધાઓનો વધ કરી દીધો હતો પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા બધા વીર એક રાત માટે પુનર્જીવિત થાય હતા. આ વાત વાંચવામાં થોડી વિચિત્ર જરૂર લાગી શકે છે પરંતુ આ ઘટનાનું પૂર્ણ વર્ણન મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથના આશ્રમવાસિક પર્વમાં મળે છે. સંપૂર્ણ ઘટના આ મુજબ છે -

કેવી રીતે જીવિત થયા હતા મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓ?

- મહાભારત યુદ્ધના પછી યુધિષ્ઠિર હસ્તિનુપરનો રાજા બન્યો. યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ખૂબ સેવા કરતો હતો. આ રીતે 15 વર્ષ વીતી ગયા. એક દિવસ ધૃતરાષ્ટ્રે વિચાર્યુ કે પાંડવોની સાથે રહેતા-રહેતા હવે ઘણો સમય થઈ ગયો છે. એટલે હવે વાનપ્રસ્થ આશ્રમ (વનમાં રહેવું) જ યોગ્ય છે.

- ગાંધારીએ પણ ધૃતરાષ્ટ્રની સાથે વન જવા માટે સહેમતિ આપી દીધી. ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીની સાથે વિદુર અને સંજયે વન જવાનો નિર્ણય કર્યો. આ બધા સાથે પાંડવોની માતા કુંતી પણ વનમાં જતી રહી. અહીં મહર્ષિ વેદવ્યાસ પાસે વનવાસની દીક્ષા લઈને બધા મહર્ષિ શતયૂપના આશ્રમમાં રહેવા લાગ્યા.

- આ રીતે વનમાં રહેતા ધૃતરાષ્ટ્ર વગેરેને આશરે 1 વર્ષ વીતી ગયું. એક દિવસ યુધિષ્ઠિરના મનમાં વનમાં રહેતા ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીને જોવાની ઈચ્છા થઈ. યુધિષ્ઠિર પોતાના બધા ભાઈઓ અને દ્રોપદીને લઈને વનમાં આવી ગયો. અહીં મુનિઓના વેશમાં પોતાના પરિજનોને જોઇને તેમને ખૂબ દુઃખ થયું.

- ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી પોતાના પુત્રો તથા પરિજનોને જોઇને ખૂબ પ્રસન્ન થયા. બીજા દિવસે ધૃતરાષ્ટ્રના આશ્રમમાં મહર્ષિ વેદવ્યાસ આવ્યા. મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીથી કહ્યુ કે આજે હું તમને પોતાની તપસ્યાનો પ્રભાવ બતાવીશ. તમારી જે ઈચ્છા છે તે માંગી લો.

- ત્યારે ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીએ યુદ્ધમાં મૃત્યુ પામેલા પુત્રો તથા કુંતીએ કર્ણને જોવા ઈચ્છા પ્રકટ કરી. દ્રોપદી વગેરે લોકોએ કહ્યુ કે તે પણ પોતાના પરિજનોને જોવા ઈચ્છે છે. મહર્ષિ વેદવ્યાસે કહ્યુ કે આવું જ થશે. યુદ્ધમાં મૃત્યુ પામેલા જેટલા પણ વીર છે, તેમને આજે રાતે તમે બધા જોઇ શકશો.

- આવું કહીને મહર્ષિ વેદવ્યાસે બધાને ગંગા તટ પર ચાલવા માટે કહ્યુ. મહર્ષિ વેદવ્યાસના કહેવા પર બધા ગંગા તટ પર એકત્રિત થઈ ગયા અને રાત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. રાત થવા પર મહર્ષિ વેદવ્યાસે ગંગા નદીમાં પ્રવેશ કર્યો અને પાંડવ તથા કૌરવ પક્ષના તમામ મૃત યોદ્ધાઓનું આવાહન કર્યુ.

- થોડી જ વારમાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુઃશાસન, અભિમન્યુ, ધૃતરાષ્ટ્રના બધા પુત્ર, ઘટોત્કચ, દ્રોપદીના પાંચેય પુત્ર, રાજા દ્રુપદ, ધૃષ્ટઘુમ્ન, શકુનિ, શિખંડી વગેરે વીર જળથી બહાર નીકળી આવ્યા. તે બધાના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર અથવા ક્રોધ ન હતો.

- મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને દિવ્ય નેત્ર પ્રદાન કર્યા. પોતાના મૃત પરિજનોને જોઈને બધાના મનમાં હર્ષની લાગણી છવાઇ ગઈ. આખી રાત પોતાના મૃત પરિજનો સાથે વીતાવીને બધાના મનને સંતોષ થયો. પોતાના પુત્રો, ભાઈઓ, પતિઓ તથા અન્ય સંબંધીઓને મળીને બધાની માનસિક પીડા દૂર થઈ ગઈ.


આ પણ વાંચોઃ- જ્યોતિષમાં રાશિ ચક્રની છઠી રાશિ છે કન્યા, તેનો સ્વામી છે બુધ ગ્રહ

X
Bhishma Jayanti 2019, mahabharata, mahabharata war, mahabharata story, mahabharata characters, interesting fact of mahabharat.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી