વાપીમાં એક દિવસમાં હત્યાના બે બનાવ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાંધકામના મજુરને માથામાં ઈંટ મારી હત્યા કરી વોચમેન ફરાર, સુપરવાઈઝરનું અજાણ્યાએ ગળું કાપ્યું - કબ્રસ્તાન માર્ગ પર જૂની અદાવતમાં કન્સ્ટ્રકશન લેબરને માથામાં ઇંટ મારી વાપી કબ્રસ્તાન માર્ગ પર એસટી ડેપોની સામે આવેલી એક જૂની બિલ્ડીંગના ટેરેસ ઉપર રવિવારે મળસ્કે કન્સ્ટ્રકશન લેબરની જૂની અદાવતમાં વોચમેને માથામાં ઇંટ મારી હત્યા કરી દીધી હતી. આરોપીએ નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા મજૂરનો મોબાઇલ ચોરી કરતા મૃતકે તેને ધમકી આપી હતી. આ અદાવતમાં તેની હત્યા કરાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય એક બનાવમાં વાપી નજીકના કોચરવા ગામે કુંભારફિળયામાં રવિવારે સવારે કોઇ તીક્ષ્ણ સાધનથી ગળું કાપીને હત્યા કરાયેલા પરપ્રાંતિય યુવાનની લાશ મળી આવી હતી. હત્યાના બંને ગુનામાં આરોપી ફરાર થઇ જતાં પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. - વોચમેનની માહિતી એજન્સી પાસે નથી સુપર ઇન્ડસ્ટ્રીઝ સિકયુરિટી સવિeસમાં નોકરી કરતા વોચમેન રાજકુમાર શિન્દે હત્યા કર્યા બાદ ફરાર થતાં પોલીસે સિકયુરિટી એજન્સીના સંચાલકને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. જો કે, એજન્સીના સંચાલક પાસે આરોપીનો કોઇ બાયો ડેટા મળ્યો ન હતો. સિકયુરિટી એજન્સી ચલાવનારા કોઇ ઇસમને નોકરીએ રાખવા પૂવeે ચકાસણી કર્યા વિના જ નોકરીએ રાખી લેતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વાપી એસટી ડેપોની સામે જૂના નિર્સંગ હોમને તોડીને તેના સ્થાને શોપિંગ કોમ્પલેકસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નવા મકાન બનાવવાનો કોન્ટ્રાકટ મહાવીર સંપતરાજ પરમારે રહે.૧૦૬, રત્નામણી એપાર્ટમેન્ટ, પોસ્ટ ઓફિસ સામે, વાપીએ લીધેલો હતો. વાપીની સુપર ઇન્ડસ્ટ્રીઝ સિકયુરિટી સર્વિસમેન રાજકુમાર રાયચંદ શિન્દે રહે. કોરગી, સિરોલી - મહારાષ્ટ્ર ફરજ બજાવતો હતો. ગત ૨૮મી મે ના રોજ રાજકુમાર ઉર્ફે રાજુએ અહીં કામ કરતા મજૂર સુનિલના મોબાઇલની ચોરી કરી હતી. અહીં સેન્ટીંગનું કામ કરતા ચરણસિંગ પંજાબીએ વોચમેન રાજકુમારને ચોરીનો મોબાઇલ પરત કરવા અને જો પરત ન કરે તો તેને ટેરેસ ઉપરથી ફેંકી દેવાની ધમકી આપી હતી. રાજકુમારે ત્યારબાદ મોબાઇલ ફોન પરત કર્યો હતો. જોકે, આ વાતની અદાવત રાખીને રવિવારે રાત્રે મકાનના ટેરેસ ઉપર સુતેલા ચરણસિંગને રવિવારે મળસ્કે ત્રણ વાગ્યાના સુમારે વોચમેન રાજકુમાર માથાના ભાગે ઇંટથી જોરદાર હુમલો કરી ફરાર થયો હતો. ટેરેસ ઉપર સુતેલા અન્ય મજૂરો જાગી જતા તેઓએ તાત્કાલિક કોન્ટ્રાક્ટર મહાવીર પરમારને ફોનથી જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં ચરણસિંગને જનસેવા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાંથી વધુ સારવાર અર્થો હરિયા હોસ્પિટલમાં લઇ જતા તેને મૃત જાહેર કરાયો હતો. વાપી ટાઉન પોલીસે કોન્ટ્રાક્ટર મહાવીર પરમારની ફરિયાદ લઇ વોચમેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. - ૧૩મી જૂને મૃતકના વતનમાં લગ્ન હતા કુશ શાહુના આગામી ૧૩મી જૂનના રોજ લગ્ન હોવાથી તે સોમવારે વતનમાં જવાનો હતો. વતન જવા પૂર્વ તેણે તમામ તૈયારીઓ પણ કરી દીધી હતી. કંપનીમાં કામદારોને પગાર પણ ચુકવી દઇ તૈયારી પુરી કરી લીધી હતી.જોકે, કુશને અહીં કોઇ છોકરી સાથેના પ્રેમ પ્રકરણને લઇ હત્યા થઇ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.