દિલને ઠારવાનો પ્રયત્ન કરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધુમતી સ્થિત ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘમાં પદ્મદર્શનવિજયજીનું ધર્મસભાને સંબોધન મધુમતી સ્થિત ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘમાં પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજીએ ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે કર્મો કોઈને છોડતા નથી. કર્મોની ઉઘરાણી પઠાણી છે. સંતો, મહંતો અને તીથ્ર્‍ાંકરોનું પણ કર્મસત્તા આગળ કાંઈ ચાલતું નથી. જ્યાં સુધી કર્મો આત્મા ઉપર શાંત બેઠેલા છે ત્યાં સુધી તમે મસ્તીમાં છો. એ સમયે ક્ષાત્રવટપૂર્વક કર્મોને ઉડાવી દો. જ્યાં ત્યાં તમારું શૌર્ય બતાવી રહ્યા છો એના બદલે અનુદયકાળમાં કર્મોની સામે બહારવટુ ખેલી લો. જો કર્મોનો ટાઈમબોમ્બ ફૂટી જ ગયો હોય તો હવે સમાધિથી સહન કરતા શીખો. ઘર-ઘરમાં અસમાધિની આગે ભલભલાનો ભરડો લીધો છે. ભલે તમારી પાસે સત્તા, સંતતિ કે સંપત્તિ પુષ્કળ હોય પણ સમાધિ નથી તો એ સત્તાદિ નકામા છે. જો તમારી પાસે સમાધિ નથી તો સદ્ગતિ માટે પ્રશ્નાર્થ છે. જો તમે કોઈને સમાધિ આપશો તો તમને જીવનમાં સમાધિ મળશે. કોઈના ચિત્તતંત્રને ડિસ્ટર્બ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. સર્વ સાથે સ્નેહભાવ રાખશો તો જ તમે તમારા જીવનમાં સ્વસ્થતાથી જીવી શકશો. કોઈને તમે દબાવવાનો પ્રયત્ન કરશો તો કદાચ સામેની વ્યક્તિ દબાઈ જશે પણ સામેની વ્યક્તિને તમારા માટે પૂર્વગ્રહ બંધાયા વિના નહીં રહે. દિલને બાળવાનો નહીં પણ ઠારવાનો પ્રયત્ન કરો. આજે આપઘાતના પ્રસંગો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એના મૂળમાં ચિત્તતંત્રનો ખળભળાટ છે, શાંત થાઓ. જે બની રહ્યું છે તે કર્મના ગણિત પ્રમાણે બની રહ્યું છે. ૩-૪ જૂન શત્રુંજય ગિરિરાજનું અષ્ટપ્રકારી પુજન જૈન સોશ્યલ ગ્રુપ નવસારી દ્વારા પાલિતાણા યાત્રા પ્રવાસ આયોજન કરવામાં આવ્યું છે. શત્રુંજય ગિરિરાજના કુલ ૩૩૬૪ પગથિયા અષ્ટપ્રકારી પુજન કરવામાં આવશે. તળેટીની મહાપુજા કરી સુંદર રીતે શણગારવામાં આવશે. ગ્રુપમાંથી કુલ ૨૪૦ સભ્યો આ ધર્મના સુકૃત કાર્યમાં જોડાશે. બીજી જૂન શનિવારના રોજ સાંજની નવકારશી કરી, પૂ. ગુરૂદેવ પંન્યાસ પદ્મદર્શન મ.સા.નું માંગલિક સાંભળી આર્શીવાદ લઈ શાંતિનાથ ભગવાનના દર્શન કરી વિદાય થશે. આ સમગ્ર કાર્યક્રમ આદિનાથ જૈન સંઘના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. ૩જી જૂન રવિવારે સવારે પાલિતાણામાં પ્રવેશ ત્યારબાદ તળેટીમાં સેવા-પુજા બાદ પૂ. આચાર્યભગવંત યુગ તિલક મહારાજનું શત્રુંજય ગિરિરાજનું અષ્ટપ્રકારી પુજન અંગે માર્ગદર્શન ત્યારબાદ બપોરે ૩ કલાકે દાતા પરિવારનું બહુમાન અને સાંજે ૭ કલાકે ગિરિરાજની તળેટી પર પૂ. ગુરૂદેવ સાથે સમૂહમાં જવાનું તળેટીનો મહાશણગાર કરવામા આવશે. ૪થી જૂન સોમવારના રોજ સવારે પ કલાકે પૂ. ગુરૂદેવ વાજતે ગાજતે શત્રુંજય ગિરિરાજનું અષ્ટપ્રકારી પુજન કરવા જવું, દરેક પગથિયાનું પુજન કરી આદેશ્વરદાદાના દરબારમાં સેવા પુજા કરી પરત આવશે.