ટ્રક-રિક્ષા અથડાતાં યુવાનનું મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી ઉભરાટ માર્ગ પર થયેલા અકસ્માતમાં ત્રણને ઇજા એકને પગમાં ફેક્ચર મરોલી ઉભરાંટ માર્ગ ઉપર માંગરોળથી પરસોલી જવાના રસ્તે ઓટોરિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જા‍તા ઉભરાંટ તરફ જતી રિક્ષામાં સફર કરતા એકને પગમાં ફ્રેકચર થયું હતું. જ્યારે અન્ય ત્રણેને સામાન્ય ઈજા થઈ હતી. એક ઈસમને ગંભીર ઈજા થઈ હતી તેને સારવાર મળે તે પહેલા જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. માંગરોળ ગામથી પરસોલી તરફના માર્ગ ઉપર થયેલા જીવલેણ અકસ્માતમાં લાજપોર ગામની ટ્રક (નં. જીજે-પ-વાયવાય-૯૪૯૬)નો ચાલક માટી ભરેલી ટ્રક લઈને પરસોલી તરફથી પૂરપાટ ઝડપે ટ્રકને હંકારી લેતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો આ સમયે સામેથી આવતી રિક્ષા (નં. જીજે-પ-એવાય-૪૨પ૨) સાથે ધડાકાભેર અથડાવી હતી. આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા ત્રણને વત્તી ઓછી તેમજ એકને પગમાં વધુ ઈજા થઈ હતી. જ્યારે એકને માથામાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ભેગા કરાયા હતા. રિક્ષામાં સફર કરતો સંજય બડેસિંહ યાદવ (વાસીસરોલી)ને ગંભીર ઈજા થઈ હતી. જેનું મોત ઘટનાસ્થળે થયું હતું. જ્યારે છોટાલ જગદીશ યાદવને પગમાં ફ્રેકચર થતા તેને નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. મોટને ભેટી ગયેલા સંજયનું પીએમ નવસારી સિવિલમાં કરાવી વાલીવારસોને લાશનો કબજો સોંપ્યો હતો. અકસ્માતની વધુ તપાસ જલાલપોર પોલીસ મથકના પીએસઆઈ ગઢવીએ હાથ ધરી હતી. કાર અને છકડો સામસામે અથડાતા ત્રણને ઈજા મરોલી : મરોલી-ઉભરાંટ માર્ગ ઉપર દીપલા ગામના બસસ્ટોપ નજીક કાર અને છકડો રિક્ષા સામસામે ધડાકાભેર ટકરાઈ જતા છકડામાં સફળ કરતા પેસેન્જરોને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ છકડો પેસેન્જરો સમેત પલટી જતા છકડાનો ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માત સર્જીને કારચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટતા સ્થાનિક રહીશોએ આ કારને માંગરોળ નજીક રોકી લીધી હતી. દીપલા ગામના વળાંક નજીક થયેલા માર્ગ અકસ્માતની વિગતોને જોતા ઉભરાંટના વિહારધામેથી ટોયેટો કોરોલા કાર (નં. જીજે-પ-સીપી-૯૭૩૩)નો ચાલક કારને ઝડપથી હંકારતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી બેસતા ઉભરાંટ તરફ જતી છકડો રિક્ષા (નં. જીજે-પ-વીવી-૨૬૩૬) સાથે ટકરાઈ જતા છકડો ગટરમાં પલટી ગયો હતો અને તેમાં બેસેલા પેસેન્જરો પૈકી ત્રણેકને સામાન્ય ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર લેવી પડી હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ટોયેટો કોરોલા કાર (નં. જીજે-પ-વીવી-૨૬૩૬)નો કારમાલિક અનિલ ગુપ્તા (રહે. ભટાર રોડ, સુરત) અકસ્માત સર્જીને ભાગી છૂટવાની કોશિશ કરી હતી. સ્થાનિક રહીશોએ કારનો પીછો કરી અંતે પકડી લાવી મરોલી પોલીસ ચોકીએ જમા કરાવી હતી. અકસ્માતમાં છકડાને પણ ખાસ્સુ એવું નુકસાન થયું હતું. જ્યારે કારનો આગળનો ભાગ તેમજ કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો.