ઝઘડિયા કિનારે નર્મદા નદીને ઓઢાવાઇ હરિયાળી ચૂંદડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવાનાં રામઘાટ કિનારે વિવિધ પ્રકારનાં ૩૦ વૃક્ષોનું વાવેતર નર્મદા નદીમાં ઠલવાતા પ્રદૂષણને અટકાવી કિનારાનું થતું ધોવાણ રોકી અમરકંટકથી ભાડભૂત સુધી ૧૩૧૨ કિલોમિટરમાં વહેતી રેવાની બન્ને બાજુ વૃક્ષો વાવી હરિયાળી ચૂંદડી ઓઢાવવાનાં અભિયાનનાં ભાગરૂપે મધ્યપ્રદેશની નર્મદા સમગ્ર સંસ્થા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઝઘડિયા તાલુકાનાં નર્મદા ઘાટ ખાતે ૩૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરકંટકમાંથી નીકળી ભરૂચ તાલુકાનાં ભાડભૂત ગામે અરબી સમુદ્રમાં ભળતી નર્મદા નદીનાં બન્ને કિનારે ૧૩૧૨ કિલોમીટરમાં વૃક્ષો વાવી રેવાને હરિયાળી ચૂંદડી ઓઢાવવાનાં અભિયાનનાં ભાગરૂપે ઝઘડિયા તાલુકાનાં મઢી-રામઘાટ ખાતે નર્મદા નદી કિનારે વૃક્ષોની વાવણી કરી તેમનું જતન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશની નર્મદા સમગ્ર સંસ્થાનાં ગુજરાતનાં સંયોજક મનોજ જોષી, તેમની ટીમનાં સભ્યો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઝઘડિયાનાં નર્મદા નદી કિનારે સ્થિત મઢી અને રામઘાટ ખાતે કિનારાઓનું થતુ ધોવાણ અટકાવવા, નર્મદા નદીમાં થતા પ્રદૂષણને રોકવા, જળ અને જીવસૃષ્ટિનાં જતન માટે વિવિધ પ્રકારનાં ૩૦ થી વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી. કયા વૃક્ષોનું વાવેતર કરાયું? વડ,પીપળો, લીમડો, બીલી, આમલી, વાંસ, આંબો, મહુડો સહિતનાં વૃક્ષો કિનારે વાવી વૃક્ષોનાં જતન માટે ટ્રી ગાર્ડ અને વૃક્ષની ફરતે જાળી બાંધવામાં આવી હતી. વધુ વિગતો માટે આગળ ક્લિક કરો.