લગ્નના માત્ર બે જ મહિનામાં મહિલાનો રહસ્યમય આપઘાત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પડોશમાં રહેતી મહિલાએ ફાંસો ખાધેલી હાલતમાં જોતા પતિને જાણ કરાઇ - મધ્યપ્રદેશથી મૃતક મહિલાના વાલી આવે પછી તપાસ આગળ વધશે સેલવાસના આમળી સ્થિત પ્રતિભા કોમ્પલેકસમાં રહેતી ૨૪ વર્ષીય મહિલાએ લગ્નના માત્ર બે માસના ટૂંકા ગાળામાં સોમવારે રહસ્યમય સંજોગમાં આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. પડોશી મહિલાએ લટકેલી હાલતમાં મહિલાને જોતા તેના પતિને જાણ કરી હતી. હાલ તો પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંઘપ્રદેશ દાનહના સેલવાસમાં આમળી સ્થિત પ્રતિભા કોમ્પલેકસમાં રહેતા વિનોદના લગ્ન બે માસ અગાઉ રીતાકુમારી સાથે થયા હતા. ૨૪ વર્ષીય રીતાકુમારી સોનીએ સોમવારે સવારે રહસ્યમય સંજોગમાં ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો.હાલમાં વિનોદ સોની અને તેની પત્ની રીતાકુમારી અલગથી રહેતા હતા. પડોશી મહિલાએ રીતાકુમારીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોતા તેના પતિને જાણ કરી હતી. રીતાકુમારીને તાત્કાલિક સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. સેલવાસ પોલીસે આકસ્મિક મોતની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી હતી. સેલવાસના ઇન્ચાર્જ પીએસઆઇ સબાસ્ટિયનના જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ પોલીસને પણ શંકા ઉપજી હતી, જેને લઇને આ અંગેનો રિપોર્ટ આરડીસી સંજીવકુમારને કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશથી મૃતક મહિલાના વાલી આવે પછી તેમના નિવેદન ઉપર આગળની તપાસ વધશે.