દમણમાં સહેલાણીઓનો ધસારો, પ્રશાસન નવા સ્પોટ માટે વિચારે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુવિધાના અભાવે પર્યટકોમાં નારાજગી - હોટલ સંચાલકો પણ બેફામ ભાડા લેતા હોવાથી પ્રશાસનને ટ્રેરફિ નિધૉરિત કરવાની જરૂર દમણના દેવકા અને જમ્પોર બીચ ઉપર હાલમાં ઉનાળુ વેકેશનને લઈ સહેલાણીઓની ભારે ભીડ જામી રહી છે. દમણમાં દરિયા કિનારા સિવાય બીજો કોઇ ફરવા લાયક વિકલ્પ નહી હોવાથી પર્યટકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રશાસને હવે આ બાબતે વિચારવાની જરૂર છે. કારણ કે દમણ એક પર્યટક સ્થળ હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો બીજા રાજ્યોમાંથી અહીં ફરવા આવતા હોય છે, પરંતુ શનિ અને રવિ સિવાય દમણમાં ખાસ કોઇ પેકેજ સિસ્ટમ ન હોવાથી પર્યટકોએ ચારથી પાંચ દિવસ દમણમાં રોકાવું હોય તો તેઓને આકર્ષવા માટે કોઇ સુવિધા નથી. પ્રશાસને પહેલાં તો દમણમાં પર્યટકોને વધુ આકર્ષવા માટે ફરવા લાયક સ્થળો ઉભા કરી તેઓ વધુ દિવસો દમણમાં વિતાવી શકે તે માટે તમામ પ્રકારની સુવિધા આપવી પડશે. દ મણની તમામ હોટલો પોતાની રીતે મનફાવે તે પ્રમાણે ઉચ્ચા ભાડા લઇને પર્યટકોને છેતરી રહયા છે. કારણે કે હોટલોમાં તે પ્રમાણેની સુવિધા હોય તો ઠીક પરંતુ સુવિધા વગર બેફામ ભાડા અને ખાવા પીવામાં ગ્રાહકો પાસેથી નાણા પડાવી લેવાની નિતી ઉપર પણ પ્રશાસને નજર રાખવાની જરૂર છે. દેશના વિવિધ પર્યટક સ્થળો ઉપર જે તે રાજ્યની સરકારે પર્યટકોને સુવિધા અને અગવડ મળી રહે અને તેઓની છેતરપિંડી ન થાય તે માટે હોટલોના ટેરીફ ઉપર કંટ્રોલ કર્યો છે. દમણ પણ પર્યટક સ્થળ હોવાથી અહીંના હોટલ સંચાલકોને કાબૂમાં રાખવા પ્રશાસને પગલાં ભરી હોટલોમાં ચોક્કસ ભાવ નિધૉરિત કરવાની જરૂર છે. ઉપરાંત વધુ કમાણીની લાલચે હોટલોવાળા ખાણીપીણીમાં પણ બેફામ ચાર્જ લઇ રહયા છે.