વિદ્યાર્થીઓની પસંદ મેડિકલ-એન્જિ.

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો. ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ પરિણામના આધારે કયા ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરવું એ પ્રશ્ન મૂંઝવણભર્યો બની રહે છે. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પરિણામ ઉપર નજર રાખીને બેઠા હોય છે. ધો. ૧૦ બોર્ડનું પરિણામ જાહેર થતા જ નવસારીમાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓએ મેડિકલ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. નવસારી શેઠ આર.જે.જે. સ્કૂલના વિદ્યાર્થી અને એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર સમર્થ વિકાસભાઈ નાયક કહે છે કે દરરોજની મહેનત દરેક વિદ્યાર્થીઓને સફળતા અપાવી શકે. રોજ વાંચન હોય તો ટ્યૂશનની પણ જરૂર રહેતી નથી. ટ્યૂશન લીધા વિના ૯૪.૨ ટકા પ્રાપ્ત કરવાનો સમર્થ ગર્વ અનુભવી રહ્યો છે. તેણે સિવિલ એન્જિનિયર બનવું છે. તેના પિતા ખેડૂત છે અને ડોકટરેટની પદવી ધરાવે છે. તેઓ નવસારી કૃષિ યુનિ.માં વોટર એન્ડ સોઈલ વિભાગમાં વૈજ્ઞાનિકના પદ ઉપર છે. તેની માતા ડો. જાગૃતિબેન ડોકટરની જનરલ પ્રેકટીસ કરે છે. નવચેતન સ્કૂલના એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિશાલ સોજિત્રા અને ઉદય સુદાણી મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરવાની ઈચ્છા ધરાવે છે.