પ્રાધ્યાપકની ભૂલથી સાત છાત્રો નાપાસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાની આર.એમ.કોમર્સ કોલેજની વિચિત્ર ઘટના પ્રાધ્યાપકે વર્ષ દરમિયાન ભણાવ્યો જુનો અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર નવા અભ્યાસક્રમનું રાજપીપળાની આર.એમ. કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષ બી.એ.માં ગુજરાતી મુખ્ય વિષય ધરાવતાં સાત વિદ્યાર્થીઓનું ભાવિ કોલેજ તથા પ્રાધ્યાપકની ભૂલના કારણે અંધકારમય બની જાય તેવા સંજોગો ઉભા થયાં છે. પ્રાધ્યાપકે આખું વર્ષ જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો જ્યારે પ્રશ્નપત્ર નવા અભ્યાસક્રમમાંથી પૂછાતાં આ તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. પરીક્ષામાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યને કરેલી રજૂઆતમાં જણાવ્યાં અનુસાર તેઓ તૃતિય વર્ષ બી.એ.માં અભ્યાસ કરે છે અને મુખ્ય વિષય ગુજરાતી રાખ્યો છે. દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવિર્સટી દ્વારા ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ બદલી દેવામાં આવ્યો હતો પરંતુ કોલેજના પ્રાધ્યાપકને આ વિશે જાણ નહિ હોવાથી આખું વર્ષ તેમણે જૂના અભ્યાસક્રમ પ્રમાણે ભણાવ્યું હતું. કોલેજ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પણ જૂના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં જૂના અભ્યાસક્રમમાંથી પ્રશ્ન નહિ પૂછાતાં વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયાં હતાં. કોલેજ સત્તાવાળાઓએ મામલો થાળે પાડવા વિદ્યાર્થીઓને જેવા ઉત્તર આવે તેવા લખો તમને પાસ કરી દેવાશેતેવી હૈયાધારણા આપી હતી. તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં સાત વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ જાહેર થતાં તેમણે હોબાળો મચાવ્યો હતો.