પાછોતરા વરસાદને લીધે ડાંગરને મળ્યુ નવજીવન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી કાંઠા વિસ્તારના ધરતીપુત્રો માત્ર ચોમાસાના ડાંગરની ખેતી કરી જીવન નિર્વાહ કરતા આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં નાંખેલા ડાંગરના ધરૂને જરૂરી પાણી સરળતાથી ન મળતા ધરૂ પોષણયુક્ત ન રહેતા ફરીથી માવજત કરી ધરૂને ઉછેરી લઈ ડાંગરની રોપણી કરી હતી. વરસાદથી ડાંગરના પાકને નવો જોમ મળેલો જોવા મળે છે. કડોલીના સનત દેસાઈ તથા વિજયસિંહ વાંટાવાલા તેમજ માંગરોળના પૂનમ પટેલ જણાવે છે કે, આપણા વિસ્તારમાં ખાસ કરીને મસુરી ડાંગરનો પાક મહત્તમ ખેડૂતો કરે છે. ડાંગર મિલના માલિક કમલેશભાઈ શાહના જણાવ્યા મુજબ હાલમાં મોંઘવારી પણ વધી જતા ખેડૂતોને ડાંગરનો ભાવ પણ પોષણયુક્ત મળી શકશે.