નવસારીમાં પાકિસ્તાન વિરોધમાં ધરણાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવસારીમાં ભાજપના પાકિસ્તાન વિરોધી ધરણાં
પાકિસ્તાન દ્વારા સરહદી સીમા કરારનો ભંગ કરી ભારતના બે જવાનોને મારી નાંખવાની ઘટનાના વિરોધમાં આજે શુક્રવારે ભાજપે નવસારીમાં ધરણાં તથા સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલમાં જ પાકિસ્તાની સેનાએ બે દેશો વચ્ચેના સીમા કરારનો ભંગ કરી બે ભારતીય જવાનોને મારી નાંખવાનું અધમ કૃત્ય કર્યું છે. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પાકિસ્તાની કૃત્યના વિરોધમાં આજે શુક્રવારે નવસારીમાં પાલિકા પટાંગણ નજીક ભાજપના સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરોએ ધરણાં કર્યા હતા.
ધરણામાં સામેલ ભાજપી કાર્યકરોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત ભારત સરકારે પાકિસ્તાનના અડપલાનો જડબાતોડ જવાબ આપવો જોઈએ એવી માગ પણ કરી હતી. ભાજપ દ્વારા યોજાયેલ ધરણાં, સૂત્રોચ્ચારના કાર્યક્રમમાં ભાજપ અગ્રણી દિનેશ દાસા, ભુરાભાઈ શાહ, રમેશ હિ‌રાણી, માજી ધારાસભ્ય લ-મણભાઈ પટેલ સહિ‌ત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.