પ્રદૂષણ નિરીક્ષણના મિટર લગાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રી, કોમન એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ પર ઓનલાઇન મિટર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ: મિસ્ત્રી કંપનીઓમાં ચિમની પર વેબ કેમેરા અને પાણીના આઉટ લેટ પર વેબ કેમેરાથી પ્રદૂષણ પર નિયંત્રણ રાખવાની યોજના બાદ હવે સરકાર દ્વારા મોટા ઉદ્યોગો, સરકારી કારખાનાઓ અને કોમન એફ્લુઅન્ટ ટ્રીપમેન્ટના પ્લાન્ટ પર પ્રદૂષણ નિરિક્ષણ માટે ઓન લાઇન મિટર લગાવાશે, એવું વાપીમાં એન્જિનિયર એસોસિએશન દ્વારા યોજાયેલા ‘એન્જિનિયર-ડે’ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા જીપીસીબીના ચેરમેન કે. યુ. મિસ્ત્રીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું. કે.યુ. મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારના મિટર લગાવવા માટે સૂચન કર્યું છે. જેમાં આ મિટર એફ્લુઅન્ટ પ્લાન્ટના પાણીના આઉટ લેટ પર લગાવવામાં આવશે. જેના થકી પાણીમાં કેટલું સીઓડીનું પ્રમાણ, એમોનિયમ નાઇટ્રોજન કે ટીડીએસનું ચોક્કસ પ્રમાણ મળી શકશે. ઉપરાંત તેની પળે પળની માહિતી મળતી રહેશે. આ મિટરને જીપીસીબીની સ્થાનિક ઓફિસ અને ગાંધીનગરની ઓફિસ સાથે જોડાશે. જેથી કંપનીઓના પ્રદૂષણની વિગતો અધિકારીઓને ઓનલાઇન મળતી રહેશે. ઉપરાંત આ મિટર એર પોલ્યુશનની માહિતી મેળવવા ચિમની પર પણ લગાડાશે. જેના થકી એર પોલ્યુશનની પણ યોગ્ય વિગત મળતી રહેશે. હાલ આ મિટરના સમગ્ર કીટની કિંમત ખૂબ ઊંચી હોવાથી તેને મોટા ઉદ્યોગો પર જ લગાવવાનું જણાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં તેનો વપરાશ વધતાં તેના ઉત્પાદકો દ્વારા તેના ભાવમાં ઘટાડો થતાં નાના ઉદ્યોગો માટે પણ આ નિયમ લાગુ પડાશે. આ સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ કંપનીઓને વેબ કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે. જેના થકી ધુમાડાની કે પાણીની ક્વોન્ટિટી જોઇ શકાય છે, પરંતુ કવોલિટી જોઇ શકાતી નથી, પરંતુ આ મિટર થકી કવોલિટી પણ જોઇ અને જાણી શકાશે. - કે.યૂ. મિસ્ત્રીની અધ્યક્ષતામાં ‘એન્જિનિયર-ડે’ કોઇ પણ ઉત્પાદન પ્રક્રિયામાં શરૂઆતથી જ એન્જિનિયરોની ભૂમિકા મહત્વની હોય છે. જેમાં સમગ્ર પ્રક્રિયા બાદ નિકળતા વેસ્ટના નિકાલની જવાબદારી પણ એન્જિનિયરોની જ છે, એવું વાપીમાં ‘એન્જિનિયર-ડે’ની ઉજવણીમાં જીપીસીબીના ચેરમેન કે. યુ. મિસ્ત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એન્જિનિયરોએ ડિઝાઈન, કન્સ્ટ્રકશન, ટેસ્ટિંગ, ઓપરેશન, મેઇન્ટેનન્સ અને સેઇફ ડિસ્પોઝલ જેવા કાર્યમાં કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તમામ કાર્ય યોગ્ય રહે તો અકસ્માતની સંભાવનાઓ ઘટે છે. કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ કમલેશ શાહ, પાર્થિવ મહેતા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.