બિભત્સ ચેનચાળા કરતા કપલને અટકાવનાર પોલીસને ફટકાર્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પોલીસનો આઈકાર્ડ બતાવવા છતાં અબ્રામાના સેહજાદે ૩ શખસો સાથે મળી કોન્સ્ટેબલને મેથીપાક - કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા સેહજાદ સહિત ચારની ધરપકડ - યુવતીની મુખ્ય ભૂમિકા હોવા છતાં આબરૂ બચાવવા ઊકદ માંથી નામ રદ વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે પર મંગળવારે રાત્રે અબ્રામા સુધાનગરના મુસ્લિમ યુવાન હનુમાન ભાગડાની કુંવારી કન્યા સાથે અશિ્લલ ચેનચાળા કરી રહ્યો હતો, ત્યારે રસ્તા પરથી પસાર થતા ડુંગરી પોલીસના જવાને પોતાની ઓળખ આપી ચેનચાળા કરતા આ બંનેને અટકાવવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. યુવતીએ આજુબાજુના લોકોને બૂમો પાડી મારા પતિને કોઈ મારી રહ્યું છે, તેવું જણાવી ભદેલીના ત્રણ શખસોએ દોડી આવી યુવાન સાથે એક સંપ થઈ પોલીસને માર માર્યો હતો. બાદમાં ડુંગરી અને રૂરલ પોલીસની ટીમ આવી પહોંચતા પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. અબ્રામાના સુધા નગરમાં રહેતો ૨૨ વર્ષનો સહેજાદ ઝાકીર શેખ હનુમાન ભાગડાની અનિતા(નામ બદલ્યુ છે) સાથે રાત્રિના ૧૧:૩૦ કલાકે લીલાપોર કોસ્ટલ હાઈવે ઉપર જાહેર માર્ગમાં પ્રણયફાગ ખેલી રહ્યો હતો. ત્યારે આ રસ્તા ઉપરથી પસાર થતા ડુંગરી પોલીસ મથકના કોન્સ્ટેબલ પરેશ નટુએ બંનેને અટકાવી તેઓની પૂછપરછ હાથ ધરી હતી. સહેજાદે પરેશ પાસે પોલીસ હોવાનો ઓળખ આપતો પૂરાવો માગ્યો હતો. જેથી પરેશે પોતાનો પોલીસનો ઓળખ કાર્ડ બતાવ્યો હતો. છતાં પણ સેહજાદે આવેશમાં આવી જઈ પરેશને તમાચા ઠોકી દેતા બંને વચ્ચે હાથાપાઈ થતી હતી. આ સમયે અનિતાએ નજીકમાં આવેલા ભદેલીના નહેર ફિળયામાં પહોંચી જઈ બૂમો પાડી હતી કે, મારા પતિને કોઈક મારી રહ્યું છે તેને બચાવો, તેથી નહેર ફિળયામાં રહેતા રાજુ ધીરૂ રાઠોડ, જીતુ શંકર રાઠોડ અને હિતેશ રાજુ રાઠોડ ઘટના સ્થળે દારૂના નશામાં દોડી ગયા હતા અને સહેજાદ સાથે મળીને પોલીસ કો.પરેશ ઉપર તૂટી પડી માર માર્યો હતો. પરેશે આ ઘટના અંગે ડુંગરી અને રૂરલ પોલીસને જાણ કરતા પોલીસની ટૂકડી સ્થળ ઉપર પહોંચી હતી. બનાવ અંગે પરેશ નટુએ રૂરલ પોલીસ મથકે સહેજાદ સહિત ચારેય શખસો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ આપતા તમામની ધરપકડ કરી હતી. જો કે આ બનાવમાં હનુમાનભાગડાની ૨૬ વર્ષની કુંવારી યુવતીની મુખ્ય ભૂમિકા હોવા છતાં પોલીસે તેની આબરૂને ધ્યાનમાં રાખી એફઆઈઆરમાંથી તેના નામનો છેદ ઉડાવી દીધો હતો.