ફલડ સેન્ટરમાં અધિકારીઓ જ નથી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમાસાની સિઝન નજીક હોવા છતાં નવસારી જિલ્લાની કચેરી ખાલી જિલ્લો ફલડ ઝોન હોય અધિકારીઓની નિમણુંક જરૂરી ચોમાસુ એકદમ જ નજીક હોવા છતાં નવસારી જિલ્લાના ઈમરજન્સી સેન્ટર (ડિઝાસ્ટર ભવન)માં અધિકારીઓની જગ્યા ખાલી જ રહેવા પામી છે. નવસારી જિલ્લાના પાંચેય તાલુકામાં આવતી કુદરતી આફતો, પુર, વાવાઝોડાની સ્થિતિમાં થતી કામગીરીનું સંકલન નવસારી સ્થિત ઈમરજન્સી સેન્ટર (ડિઝાસ્ટર ભવન)માંથી થાય છે. આ સેન્ટરમાં સરકાર જીએસડીએમએ (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના એક પ્રોજેક્ટ અધિકારી નિમણુંક કરે છે. આ ઉપરાંત એક અલાયદા ફલડ મામલતદારની પણ જગ્યા ખાલી છે. નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરમાં અધિકારીઓની ગેરહાજરી જોવા મળે છે. મળતી માહિતી મુજબ નવસારીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરમાં અગાઉ પ્રોજેક્ટ ઓફિસર તરીકે કુંજલરાવ હતા. બે-ત્રણ મહિના અગાઉ આ અધિકારી નોકરી છોડી ગયા હતા ત્યારબાદથી નવસારીની જગ્યા ખાલી જ રહેવા પામી છે. અહીંનો ચાર્જ વલસાડના પ્રોજેક્ટ ઓફિસર વર્ષાબેન પટેલને અપાયો છે. નવસારી જિલ્લાના ફલડ મામલતદારની પણ હાલત ખરાબ છે. અહીંના ફલડ મામલતદારને ગણદેવી મામલતદાર તથા ચીટનીસનો પણ વધારાનો ચાર્જ અપાયો છે. તેથી ફલડ મામલતદાર તરીકે વધુ સમય આપી શકતા નથી. નવસારી જિલ્લો કે જ્યાં વધુ વરસાદ પડે છે, પૂર આવે છે તથા ફલડ ઝોનમાં મુકાયો છે ત્યાં જ ચોમાસા ટાણે જ ડિઝાસ્ટર સેન્ટરમાં અધિકારીઓ વિના કફોડી સ્થિતિ પેદા થાય એમ છે. કલેક્ટરે પણ રજુઆત કરી હતી આ અંગે નવસારીના જીએસડીએમએના ઈનચાર્જ પ્રોજેક્ટ અધિકારી વર્ષાબેન પટેલે જણાવ્યું કે નવસારીની ખાલી જગ્યાએ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. સંધ્યા ભુલ્લરે પણ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. નવસારી જિલ્લો ફલડ ઝોન હોય જીએસડીએમએના પ્રોજેક્ટ અધિકારીની જગ્યા ખાલી રહી શકે એમ નથી. જુનમાં અધિકારીની નિમણુંક થઈ જશે.