તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે નેટ પરથી આધારકાર્ડ ડાઉન થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકો ઇન્ટરનેટ પરથી યુઆઇડી કાર્ડની કોપી કાઢી બેંકમાં કે ગેસની એજન્સીમાં આપી શકશે
- આધારકાર્ડને અંતિમ વપરાશકારો સુધી પહોચાડવાના પ્રયાસો


વલસાડ જિલ્લા સહિ‌ત સમગ્ર સમગ્ર રાજયમાં ટેકનિકલ ખામીના કારણે આધારકાર્ડની પ્રક્રિયા પૂર્ણ થઇ રહી નથી. જયાં કામગીરી પૂર્ણ થઇ છે ત્યાં આધારકાર્ડ લોકોના હાથમાં આવતાં નથી,પરંતુ હવે જો આધારકાર્ડ તમારા હાથમાં ન આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે યુઆઇડી કાર્ડ ઇન્ટરનેટનાં માધ્યમથી પણ તત્કાલ મેળવી શકાશે.

સમગ્ર દેશ સાથે વલસાડ જિલ્લામાં પણ આધારકાર્ડની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.પરંતુ નાગરિકો સુધી આધારકાર્ડ પહોંચવામાં લાંબો સમય નિકળી રહ્યો છે. પોસ્ટ વિભાગની ઢીલી કામગીરીના કારણે હજારો લોકો આધારકાર્ડથી વંચિત છે.યુઆઇડીની કામગીરી ખાનગી એજન્સીને સોંપાયા બાદ અનેક સમસ્યાઓ ઊભી થઇ છે. જેને લઇ કેન્દ્ર સરકારે હવે ઇન્ટરનેટ પરથી આધારકાર્ડની કોપી કાઢી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આધારકાર્ડની માટે રજીસ્ટ્રેશન કરાવ્યાં બાદ સ્લીપ પર જે નંબર લખાયો છે તેના આધારે આધારકાર્ડ ડાઉનલોડ થઇ શકશે.ઇન્ટરનેટ પરથી કાઢેલા યુઆઇડી કાર્ડને લોકો બેંકમાં ,ગેસ એજન્સી કે અન્ય જગ્યાએ આપી શકશે.આમ આધારકાર્ડની સમસ્યા દૂર કરવા અને અંતિમ વપરાકારો સુધી આધારકાર્ડ પહોંચાડવા કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યા છે.

- બેંક-ગેસ સબસિડી મેળવવા માટે યુઆઈડી જરૂરી

લોકો જ્યારે જે બેન્ક ખાતામાં પોતાને મળવાપાત્ર તમામ સબસિડી જમા કરાવવા ઇચ્છતા હોય તે બેન્ક સમક્ષ આધારકાર્ડ રજૂ કરવા માટે તમામ બેન્કોને તાકીદ કરાઇ છે. એક તરફ ગેસ સબસિડી પણ બેંક મારફતે ચુકવવાની યોજના અમલમાં આવી રહી છે, ત્યારે લોકોએ આધારકાર્ડ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં આધારકાર્ડ મેળવી શકયા નથી. જેથી બેંક સમક્ષ નંબર રજૂ કરી શકાતો નથી.

- વાપીમાં યુઆઇડીની કામગીરી ગણતરીના દિવસોમાં શરૂ કરાશે

વાપી નગરપાલિકા વિસ્તારમાં આધારકાર્ડની કામગીરી હવે ગણતરીના દિવસોમાં શરૂ કરાશે. યુઆઇડીના કો.ઓર્ડિનેટરે જણાવ્યું હતું કે વાપી નગરપાલિકા,ડુંગરા,ચલા સહિ‌ત મહત્વના સેન્ટરો શરૂ કરી આધારકાર્ડની કામગીરી શરૂ કરાશે. કારણ કે વાપી વિભાગની મોટા ભાગની કામગીરી બાકી રહી છે.

- સમીક્ષા પછી કામગીરીનો ખ્યાલ આવશે

યુઆઇડી દરેક વ્યકિત સુધી પહોંચે તે માટે હવે લોકો નેટ પરથી પણ આધારકાર્ડ મેળવી શકશે. જેની વ્યવસ્થા સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. હાલ કામગીરી ચાલી રહી છે. કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ માલુમ પડશે કે હજુ કેટલો સમય કામગીરી ચાલશે. ચિંતન જોષી, યુઆઇડીના જિલ્લા કો.ઓર્ડિનેટર

- આ રીતે યુઆઈડી ડાઉનલોડ થાય છે

સૌથી પહેલા ઇન્ટરનેટ પર www.eaadhar.uidai.gov.in પર કિલક કરવાનું રહશે. ત્યારબાદ બાજુના ખાલી ખાનામાં એનરોલમેન્ટ નંબર અને તેજ લાઇનમાં આગળની કોલમમાં તારીખ અને સમય (જે આધારકાર્ડ રજીસ્ટ્રેશન સ્લીપમાં આપી છે, તે મુજબ દર્શાવવામાં આવ્યું છે. તમારા વિસ્તારનો પિન કોડ નંબર દાખલ કરો. ત્યારબાદ ઇમેજ કોડ નાખો અને સબમિટ કરો. મોબાઇલ નંબર દાખલ કરો.તમારા મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવી જશે. ત્યારબાદ મેસેજ આવશે, જેના પરથી તમારો કાર્ડ ડાઉનલોડ કરી લેવો.