નર્મદાની 'બીમાર’ સિવિલ માટે આંદોલન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફના અભાવે દર્દીઓને પડી રહેલી હાલાકી નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી નિષ્ણાંત તબીબો અને પેરામેડિકલ સ્ટાફના અભાવને કારણે છેલ્લાં કેટલાય સમયથી ''બિમાર’’ અને ખોડંગાઇ રહેલી રાજપીપળાની સિવિલ હોસ્પિટલની હાલત અંગે વારંવાર ફરિયાદો અને રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ નહિ‌ મળતા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી યુવા કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નર્મદા જિલ્લાના આદિવાસી અને ગરીબ દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલ એક માત્ર સુલભ સ્થળ હોવાથી મોટાભાગના દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે પરંતું નિષ્ણાંત તબીબો, પેરામેડિકલ સ્ટાફ, દવાઓ તેમજ પ્રાથમિક સુવિધાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહિ‌ હોવાથી ઘણીવાર દર્દીઓને ભરૂચ અથવા વડોદરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડે છે. તબીબોની કાયમી ધોરણે નિમણુક કરવા તેમજ જરૂરી પાયાની સુવિધાઓ અંગે ભુતકાળમાં પણ ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગના સત્તાધિશો સમક્ષ લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં નક્કર પરિણામ મળ્યું નથી. નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસના આગેવાનોએ યુથ કોંગ્રેસ પ્રમુખ હરેશ વસાવા, બરકતુલ્લા રાઠોડ, યુથ સેક્રેટરી હેમંત બારોટ અને જિજ્ઞેશ કોન્ટ્રાકટરની આગેવાની હેઠળ આજે કલેકટર પી.આર. સોમપુરાને રૂબરૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તબીબોની ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાત્કાલિક નિમણુકો આપવા સહિ‌તની સુવિધાઓ બાબતે પગલાં ભરવામાં નહિ‌ આવે તો રેલી કાઢવા, ધરણાં ધરવા, ઉપવાસ આંદોલન કરવાની ચીમકી યુથ કોંગ્રેસના અગ્રણીઓએ ઉચ્ચારી હતી. કલેકટરે પણ યુથ કોંગ્રેસની માંગણી અને રજૂઆત ઉચ્ચસ્તરે પહોંચાડવાની ખાતરી આપી હતી. નિષ્ણાત તબીબોની કાયમી ધોરણે ખોટ યુથ કોંગ્રેસના પ્રમુખ હરેશ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની એકમાત્ર મુખ્ય સરકારી હોસ્પિટલ એટલે કે રાજપીપળા સિવિલ હોસ્પિટલનો વહિ‌વટ માત્ર એમ.બી.બી.એસ. ડોકટરોથી ચલાવવામાં આવે છે. સ્ત્રીરોગ, બાળરોગ, ઓર્થોપેટીક, બન્ર્સ, ઓપ્થેલમોલોજી તથા ઇએનટી વિભાગના નિષ્ણાંત ડોકટરોની ઘણાં સમયથી નિમણુંક કરવામાં આવી નથી. જેથી ગરીબ આદિવાસી દર્દીઓને પુરતી સારવાર મળી શકતી નથી.સારવાર માટે દર્દીઓને ભરૂચ અને વડોદરા સુધી લાંબા થવું પડે છે. સિવિલ હોસ્પિટલમાં તબીબોની ખાલી પડેલી જગ્યા સિવિલ સર્જન-મુખ્ય તબીબ એનેસ્થેટીસ્ટ ચામડીના રોગના નિષ્ણાંત જનરલ સર્જન ફિજિશિયન રેડિયોલોજીસ્ટ ડેન્ટલ સર્જન ઓથોપેડિક સર્જન ઇએનટી સર્જન ફાર્માસીસ્ટ બલ્ડબેંક ઇન્ચાર્જ સહિ‌ત ૨પ જગ્યાઓ ખાલી પડી છે.