હાઈવે પર ધોળાપીપળા નજીક દારૂ ભરેલી કાર પલટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાક લોકોએ દારૂની બોટલો લઈ ચાલતી પકડી નેશનલ હાઈવે નં. ૮ ઉપર ધોળાપીપળા નજીક પૂરપાટ ઝડપે દારૂ ભરીને પસાર થઈ રહેલી કાર પલટી જતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો બહાર નીકળી આવ્યો હતો. જોકે પોલીસે તેને ચોપડે નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નેશનલ હાઈવે નં. ૮ ઉપર ધોળાપીપળા ઉપરથી પૂરપાટ ઝડપે એસન્ટ કાર (નં. જીજે-૧-કેસી-૩૭૮૨)ના ચાલકે કાર ઉપરથી કાબૂ ગુમાવી દેતા ધોળાપીપળા નજીક ઓવરબ્રિજ પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. એ વખતે કારમાંથી દારૂનો જથ્થો બહાર નીકળી પડ્યો હતો. કાર પલટી જતા કારચાલક ભાગી છુટ્યો હતો. જ્યારે કારમાંથી દારૂની પેટીઓ દેખાતા લોકો દારૂની બોટલો લઈને રફુચક્કર થવા લાગ્યા હતા. કાર અકસ્માતની અને કારમાં દારૂ હોવાની વાત નવસારી ગ્રામ્ય પોલીસને થતા જ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. કારમાંથી રૂ. ૩૫,૪૨૦ની કિંમતની ૪૨૯ દારૂનો બોટલો જથ્થો કબજો લીધો હતો. ગ્રામ્ય પોલીસને ઉપરોકત કાર અંગે બાતમી મળતા ધારાગીરી નજીકથી તેનો પીછો કર્યો હતો. એ દરમિયાન કાર પલટી ગઈ હતી. જોકે આરોપી ફરાર થઈ ગયો હતો. ગ્રામ્ય પોલીસે રૂ. ૧.૫૦ લાખની કાર મળી કુલ રૂ. ૧,૮૫,૪૨૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જલાલપોરમાં આર.આર.સેલની રેડ સુરત આર.આર. સેલની ટીમને વજિલપોરના રાધાનગરમાં રહેતી મહિલા બૂટલેગર અનુરાધા ઉર્ફે મામી સાધુરામ પાટીલને ત્યાં દારૂનું વેચાણ થઈ રહ્યાની બાતમી મળતા જ આર.આર. સેલની ટીમે રેડ કરી હતી. પોલીસને અનુરાધા ઉર્ફે મામીને ત્યાંથી રૂ. ૩૬,૦૦૦ની કિંમતની ૪૯૮ બોટલો સાથે બૂટલેગરની ધરપકડ કરી હતી. પોલીસને આર.આર. સેલની ટીમે વધુ તપાસ સુપરત કરી હતી.