મલવાડા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માહ્યાવંશી મહોલ્લામાં કૂતરા પાછળ દીપડો દોડતા ટપોટપ ઘરના દરવાજા બંધ મલવાડા ગામમાં દીપડો રહેણાંક વિસ્તારમાં દેખા દેતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ બાબતની જાણ ચીખલી જંગલખાતાની કચેરીને કરવામાં આવતા સોમવારે બપોરે મલવાડા ખાતે વન વિભાગે પાંજરુ ગોઠવવા જતા સ્થાનિકોએ પાંજરુ ન ગોઠવવા દેતા પરત ફરવાની નોબત આવી હતી. ચીખલી તાલુકાના મલવાડા ગામના માહ્યાવંશી મહોલ્લામાં રવિવારે સાંજના સમયે રહેણાંક વિસ્તારમાં દીપડો એકાએક ધસી આવી કુતરા પાછળ દોડતો નજરે ચઢતા જ ભયનો માહોલ સર્જા‍યો હતો. ઘરના બારણાં ટપોટપ બંધ થઈ ગયા હતા. દીપડાને માનવ વસતિમાં જોતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આ બાબતની જાણ ચીખલી જંગલખાતાની કચેરીએ ડેપ્યુટી સરપંચ પરવત પટેલે કરતા સોમવારે વન વિભાગના સ્ટાફે બપોરે મલવાડા માહ્યાવંશી વિસ્તારમાં દીપડાને પાંજરે પુરવા માટે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ કોઈક કારણોસર સ્થાનિકોએ વન વિભાગના સ્ટાફને પાંજરુ ગોઠવવા દીધુ ન હતું. પાંજરુ ગોઠવવા વનવિભાગને ગ્રામજનોની ના જંગલખાતાના અધિકારીઓ દ્વારા પાંજરું ગોઠવવા માટે સ્ટાફ આવ્યો હતો પરંતુ સ્થાનિકોએ પાંજરુ ગોઠવવા નન્નો ભણતા છેવટે જંગલખાતાએ પરત ફરવાની નોબત આવી હતી. પરવત પટેલ, મલવાડા ડેપ્યુટી સરપંચ અધિકારીઓ પરત ફર્યા મલવાડામાં પાજરું ન ગોઠવવા દેતા વન વિભાગના અધિકારીઓ પરત ફરવાની નોબત આવી હતી. ગ્રામજનોનો સહકાર ન મળતા ગ્રામજનોએ જ ભય સહન કરવો પડે તો નવાઈ નહીં.