છેતરપિંડી કેસનો આરોપી જ્યુડીશયલ કસ્ટડીમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટે વધુ પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા નવસારી નજીકના જમાલપોર વિસ્તારમાં રહેતા રાજેશ પટેલ હાઉસ ઓફ સુપરસ્ટારના નામે ડ્રો સ્કિમ શરૂ કરી હતી. એક દોઢ વર્ષ અગાઉ અચાનક જ રાજેશ પટેલ સ્કિમનાં ડ્રો નહીં કરી પલાયન થઈ ગયો હતો. જેને કારણે તેની સ્કિમ સાથે જોડાયેલાઓએ ૨૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પાંચ-છ દિવસ અગાઉ જ વોન્ટેડ રાજેશ પટેલની નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી અને આ તપાસ જેને સોંપાઈ હતી એ સીઆઈડી ક્રાઇમને સુપરત કર્યો હતો. સીઆઈડી ક્રાઇમે કોર્ટમાંથી આરોપી રાજેશ પટેલના ચાર દિવસના રિમાન્ડ મેળવી રિમાન્ડ પુરા થતા નવસારીની કોર્ટમાં રજૂ કરી વધુ પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે વધુ રિમાન્ડ ફગાવ્યા હતા. રાજેશ પટેલને કસ્ટડીમાં મોકલી દેવાયો છે. આરોપી ધર્મસ્થાનોએ ભટક્યો હાઉસ ઓફ સુપરસ્ટાર સ્કિમનો સંચાલક રાજેશ પટેલ ગુમ થતાં તે ક્યાં ગયો એ બાબતની અટકળો ચાલી હતી. ઘણાં તે વિદેશ ભાગી ગયાની વાતો પણ કરતા હતા. રાજેશ પટેલ તેના પરિવારમાં ખટરાગને કારણે ટેન્શનમાં રહેતો હતો અને તે કારણે જ તે ભાગી ગયો હતો. રાજેશ દેશના અનેક ધર્મસ્થાનોએ ભટકતો રહ્યો હતો અને ધર્મશાળામાં રહ્યો હોવાની જાણકારી બહાર આવી છે. પોલીસથી બચવા તે કોર્ટોમાં પણ ગયો હતો. પરંતુ ત્યાં ન ફાવતા પુન: ઘરભેગો થયો હતો. રાજેશ પાસેથી સીઆઈડી ક્રાઇમે મહત્વના દસ્તાવેજો કબજે લીધાનું જાણવા મળ્યું છે.