સોનાના ભાવમાં ઉછાળો, વેચવાલીનો માહોલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનાના ભાવમાં હાલ ચાલી રહેલા ઉછાળામાં શુક્રવારે સાંજે ભાવ ~ ૩૦ હજારને પાર કરી ગયો હતો. શનિવારે પણ સોનાનો ભાવ ~ ૩૦૧૫૦ ની નવી ઉઁચાઇએ પહોંચ્યો હતો. ભાવમાં આવેલા આ ઉછાળાના પગલે માર્કેટમાં વેચવાલીનો ભારે માહોલ જોવા મળ્યો હતો. તો વેપારીઓ પણ આ ભાવથી સ્તબ્ધ થઇ ગયા હતા. ડોલર સામે રૂપિયો તૂટી રહ્યો છે. તેની સાથે સોનાના ભાવ ઉંચે જઇ રહ્યા છે. ત્યારે ભાવમાં આવી રહેલા આ ઉછાળાના કારણે સોના ચાંદી બજાર પર માઠી અસર પડી રહી છે. સોનું હાલ નવી ઉંચાઇ બનાવી રૂ. ૩૦૧૫૦ પર પહોંચ્યું છે. જેના કારણે વાપી અને વલસાડના સોના-ચાંદી બજારમાં હાલ રોકાણકારો દ્વારા વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોકાણકારો હાલ પ્રોફીટ બુક કરાવી રહ્યા છે. તો સોનાના રિયલ બાયરોની હાલત કફોડી બની છે. જુનના પ્રથમ સપ્તાહમાં શરૂ થનારી લગ્નસરાની મોસમ પર આ ભાવ વધારાની માઠી અસર પડી રહી છે. લગ્નસરાની મોસમને લઇ ખરીદી તો થઇ રહી છે, પરંતુ વોલ્યુમમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના વધી રહેલા આ ભાવને લઇ વેપારીઓ પણ મુઝવણમાં મુકાયા છે. સોનીઓ પણ સોનાના ભાવની આગાહી કરી શકતા નથી. સપ્તાહના આખરી દિવસે આવેલા આ વધારાના પગલે હવે સૌની સોમવાર પર મીટ મંડાઇ છે. ખુલતા બજારે સોનાની શું પરિસ્થિતિ રહેશે ભાવ ઘટશે કે વધશે તેના પર નજર રાખી રોકાણકારો અને વેપારીઓની નજર છે. - વેપારીઓ દ્વારા ખરીદી સ્થગિત કરાઇ સોનાના વધી રહેલા ભાવ સામે સોના ચાંદીના રિટેલ વેપારીઓ દ્વારા હાલ ખરીદી પર ફુલ સ્ટોપ મુકાયો છે. ચાલુ સપ્તાહમાં લગ્નસરાની થોડી ખરીદી નીકળવાની સંભાવના છે, છતાં વેપારીઓ બીનજરૂરી ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. હાલ ચાલી રહેલા વધુ ભાવ સામે જો તેઓ ખરીદી કરે અને પછીથી ભાવ તૂટે તો તેમની હાલત કફોડી બનતી હોય છે. ત્યારે ભાવના આ વધારા ઘટાડા સામે તેમના દ્વારા ખરીદી સ્થગિત કરવામાં આવી છે. - બજારની ચાલ સમજાતી નથી સોનામાં આવી રહેલો આ ભાવ વધારાની સામે વેચવાલી નિકળી છે, પરંતુ ભાવ વધશે કે ઘટશે તેની કોઇ સંભાવનાઓ કરી શકાય નહી. બજારમાં ચાલી રહેલી વધ-ઘટની ચાલ સમજાતી નથી. ઇલ્યાસ માકડા, બુલિયનના વેપારી, વલસાડ.