કેરી વેચવાના મુદ્દે દાદાએ પૌત્રને કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માલવણ ગામે ઉંઘમાં પોઢેલા પૌત્ર ઉપર દાદાએ કુહાડી વડે ૩૦ ઘા ઝીંકી દીધા
- મોતને ભેટનાર પૌત્રના માતા-પિતા બાળપણમાં મૃત્યુ પામતા અનાથ ભાઈ-બહેનને દાદાએ જ ઉર્છેયા હતા

વલસાડના માલવણ ગામે રહેતા દારૂડિયા દાદાએ કેરી વેચવાના મુદ્દે રાત્રે નીંદ્રાધીન પૌત્ર પર કુહાડીના ૨૫થી ૩૦ ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. જો કે અડધો કિમી દૂર આવેલી આંબાવાડીમાંથી હત્યારો દાદો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ડુંગરી પાસે માલવણમાં અગર ફિળયાના આહિરવાડમાં રહેતા અને દમણની ખાનગી કંપનીમાં નોકરી કરતા ૨૫ વર્ષના નવીન ઈશ્વર પટેલના માતા નીરૂબેન કુદરતી રીતે મરણ પામ્યા હતા. જ્યારે પિતા ઈશ્વરભાઈનું પણ ૨૦ વર્ષ અગાઉ ભેદી રીતે મોત થયું હતું.

બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા નવીન અને અરૂણાને દાદા મગનભાઈ અને દાદી ભાણીબેને ઉર્છેયા હતા. અરૂણાના લગ્ન જેસપોર ગામે થયા હતા. જ્યારે નવીન દાદા-દાદી સાથે રહેતો હતો, ત્યારે દાદાએ કુહાડી વડે માથા તથા છાતીના ભાગે ઉપરાછાપરી ૩૦ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાંખી ફરાર થયો હતો. સવારે દાદી ભાણીબેને લોહીના ખાબોચિયામાં પૌત્રને નિહાળતા જ સ્તબધ બની ગયા હતા. બાદમાં આ અંગે ડુંગરી પોલીસને જાણ થતા ડીવાયએસપી અજય ગખ્ખર અને પીએસઆઈ જે.જી.પટેલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આહીરવાડથી અડધો કિમી દૂર આંબાવાડીમાં મગન પટેલ કુહાડી સાથે મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.

- દારૂની લત અને કેરીના પૈસાએ દાદાને ગુનેગાર બનાવી દીધો

દારૂની લત્તે ચઢી ગયેલા દાદા મગનભાઈ અવારનવાર નશામાં ભાણીબેનને મારઝુડ કરી ઝઘડો કરતા હતા. હાલમાં કેરીની સિઝન ચાલી રહી હોવાથી દાદા મગને રૂ. ૪૫૦૦માં આંબાવાડીનો સોદો કરી દીધો હતો. આ અંંગેની જાણ પૌત્ર નવિનને થતા તેણે દાદા મગનભાઈને સસ્તા ભાવે કેરીનો સોદો કરવા બદલ ઠપકો આપ્યો હતો. બાદમાં દાદાએ કરેલો સોદો કેન્સલ કરી રૂ. ૧૬,૦૦૦માં અન્ય શખસ સાથે નવો સોદો કર્યો હતો. જેમાંથી રૂ. ૫૦૦૦ની રકમ દાદાને આપી હતી. જ્યારે બાકી રકમ નવિને પોતાની પાસે રાખતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી રાત્રિના ૧૨:૦૦ કલાકે પૌત્ર ગાઢ નિંદ્રામાં હતો. વલસાડના માલવણ ગામે દાદાએ પૌત્રને ક્રૂર રીતે રહેંસી નાંખ્યા પછી મૃતદેહની તપાસ કરતી પોલીસની ટીમ. પૌત્રને સવારે લોહીના ખાબોચિયામાં નીહાળી સ્તબ્ધ રહી ગયેલી દાદી ભાણીબેને પોલીસ સમક્ષ પૌત્રની કરૂણ મોત અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

- પોલીસને ગેરમાર્ગે દોરવા દાદાએ પૌત્રના શરીર પરના કપડાં કાઢી લીધા

પૌત્રની હત્યા કરનાર દાદો મગન પટેલ દારૂના નશામાં ધુત હોવા છતાં તેણે મર્ડરનો આરોપ અન્ય કોઈ ઉપર આવે પોલીસ ગેરમાર્ગે દોરવાઈ તે માટે પૌત્ર નવિનની હત્યા કર્યા બાદ તેના શરીર ઉપરના તમામ કપડાં કાઢી નાંખ્યા હતા. નવિને પહેરેલી નીકર પણ દાદાએ ઘુંટણના નીચેના ભાગ સુધી કાઢી નાંખી હતી. જેથી પોલીસ એવું અનુમાન લગાવી શકે કે નવીન કોઈ સ્ત્રી સાથે સંભોગ કરી રહ્યો હતો અને કોઈ જોઈ ગયું અને તેણે નવિનની હત્યા કરી નાંખી હશે. જો કે દાદા મગનની આ ચાલાકી કામ આવી ન હતી