વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરનારી 'ચીટર યુવતી' ઝડપાઈ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ગલેમંડી વિસ્તારમાં ઓફિસ ખોલીને સંખ્યાબંધ યુવાનો સાથે દંપતીની ઠગાઇ: છેતરાયેલા યુવાનો પોલીસ સ્ટેશને ઉમટયાદિલ્હી ગેટ ગલેમંડી ખાતે ઓફિસ ધરાવતા દંપતિએ ઓલપાડના યુવાનને અબુધાબી મોકલવાની લાલચ આપીને તેની પાસેથી રોકડા રૂપિયા અને પાસપોર્ટ પડાવી લીધો હતો. આ પ્રકરણ બહાર આવતા પોલીસે પાસે ઠગાઈનો ભોગ બનેલાઓની લાઇન લાગી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધારની પત્નીની ધરપકડ કરી હતી.મહિ‌ધરપુરા પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી ગેટ ગલેમંડી સ્વાતિ ચેમ્બર્સમાં ઓફિસ ચલાવતા રાજુ પાંડે અને તેની ૨૨ વર્ષીય પત્ની પ્રિયંકા પાંડેએ ઓલપાડ ખાતે રહેતા હબીબુલ્લા અબ્દુલ લતીફ પઠાણને અબુધાબી મોકલવાની લાલચ આપીને તેની પાસેથી પ્રથમ રોકડા રૂપિયા ૧૦ હજાર પડાવ્યા હતા. બાદમાં હબીબુલ્લાનો પાસપોર્ટ પણ તેની પાસેથી લઇ લીધો હતો અને છેલ્લા ચાર માસથી આ દંપતિ પલાયન થઇ ગયું હતું.હબીબુલ્લાએ પોલીસને એવું પણ જણાવ્યું હતું કે, પાંડે દંપતિએ શહેરના અન્ય કેટલાક યુવાનોને પણ અબુધાબી અને દુબઇ સહિ‌તના આરબ અમીરાતના દેશોમાં મોકલવાની લાલચ આપીને તેમની પાસેથી રોકડા રૂપિયા પડાવ્યા છે. પીએસઆઇ એન.કે. રાઠવાએ પાંડે દંપતી સામે તા. ૨૭-૦૬-૧૨ના રોજ ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.જે અંગે લોકોને ખબર પડતાં ઠગાઈનો ભોગ બનેલા લોકોની લાઇન લાગી ગઈ હતી. આ ગુનામાં હાલ પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી છે.પોલીસે અન્ય ફરાર આરોપી એવા યુવતીના પતિને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે યુવતીના રિમાન્ડ માટે તજબીજ હાથ ધરે છે.